Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમરેલી જીલ્લા પોલીસવડાની બદલી કરોઃ સુરજદેવળ સંમેલનમાં ચૂંટણી બહિષ્કારની ચિમકી

લુવારામાં મહિલા સાથે અન્યાય સામે ભભુકતો રોષઃ હવે પછી અમરેલી જીલ્લામાં કાઠી દરબાર- ક્ષત્રિય સમાજ દ્વારા મહાસંમેલન

સુરેન્દ્રનગર જીલ્લાના સુરજદેવળ ખાતે આયોજીત સંમેલનમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રોષ ઠાલવ્યો હતો.( તસ્વીરઃ સંદિપ બગથરીયા, હેમલ શાહ (ચોટીલા), ફઝલ ચૌહાણ (વઢવાણ)(૨૩.૭)

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૮: અમરેલી જિલ્લાના લુવારા ગામે અમરેલી જિલ્લા પોલીસ દ્વારા  આચરવામાં આવેલ સતાના દુરુપયોગ અને હેમુબા ખાચરને ખોટા ગુનામાં ફિટ કરવાના વિરોધમાં ગઇકાલે સમગ્ર કાઠિયાવાડમાંથી સત્યનો સાથ આપવા સુરજદેવળ હજારોની સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.

સૌરાષ્ટ્ર ગુજરાત સૂર્યસેના કરણી સેના ના આગેવાનો તેમજ ક્ષત્રીય સમાજના કાઠી દરબાર, ગરાસિયા દરબાર, રાજપૂત, સહિત અઢારેય વરણ અને ૧૩ ટાશલીએ જોડાયેલા અસંખ્ય ભાઈઓ હજારોની સંખ્યાંમાં પોલીસ દ્વારા રોકવાના કરાયેલા પ્રયાસો છતાં એકતા દાખવવા સુરજદેવળ મહાસંમેલન માં પહોચી એકતા સંગઠનનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું છે.

અમરેલીના લુવારા ગામે પોલીસનો વિડીયો ઉતારનાર કાઠી સમાજની દિકરી હેમુબા સામે પોલીસે કરેલ કાર્યવાહી અને વર્તનથી સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજમાં દ્યેરા પડદ્યા પડ્યા છે અને રોષ વ્યાપ્યો છે જેના અનુસંધાને નવા સુરજદેવળ ચોટીલા ખાતે મહા સંમેલન યોજી સરકાર સ્પષ્ટ ન્યાય માટે નો સંદેશો આપી અમરેલી એસ પી અને સંકળાયેલ પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી તેમજ ખોટા ગુનાની બી સમરી સહિતની માગણીઓ કરવામાં આવેલ છે.

લોકો સંમેલનમાં ન પહોચે તે માટે અન્ય જીલ્લામાં આવતા લોકો ને અટકાવવામાં આવેલ તેમ છતા ખુબ જ બહોળી સંખ્યામાં કાઠી ક્ષત્રિય સમાજ અને અન્ય સમાજનાં આગેવાનો સંમેલનમાં એકઠા થયેલ અને લુવારા ગામે હેમુબેન સાથે પોલીસે કરેલ દુર્વ્યવહાર ને સખ્ત શબ્દોમાં વખોડી અમરેલી જીલ્લાનાં પોલીસ વડા અને દ્યટનામાં સંકળાયેલ પોલીસ સામે સસ્પેન્સન ડીસમીસ જેવા પગલા તેમજ બેન સામે દાખલ કરાયેલ ફરીયાદમાં બી સમરી, પોલીસ વડા ની તાત્કાલિક બદલી સહિતની માંગણીઓ કરવામાં આવેલ છે. નહી તો સંમેલન સત્યાગ્રહમાં પરીવર્તિત થશે. અને હવે પછીનું બીજુ સંમેલન અમરેલી જીલ્લામાં યોજાવાની હાકલ કરેલ હતી

સંમેલનમાં સમાજનાં અનેક અગ્રણીઓ તેમજ કરણી સેના અને રાષ્ટ્રીય રાજપુત કરણીસેના સુર્યસેના સહિતનાં આગેવાનોએ તેજાબી પ્રવચનો કરેલ જેમા અમરેલી જીલ્લા એસ. પી અને તેમના પોલીસ કર્મીઓ દ્વારા આ સમાજને ખોટી રીતે છેલ્લા અઢી વર્ષથી ટાર્ગેટ કરતો હોવાની વાત અનેક કેસોના ઉદાહરણ આપી રજુ કરાયેલ હતી.

યુવા આગેવાને કહેલ કે ખોટો અન્યાય હવે સહન નહી થાય ગાંધી ચિંધ્યા માર્ગે યુવાનોને ચાલતા આવડી ગયું છે, કાઠી તલવારની સાથે પેન ચલાવતા શીખી ગયા છે.

રામકુભાઇ ખાચરે કહેલ કે આઝાદી મલ્યા ને ૭૦ વર્ષ થયા ૭૦ વર્ષ પછીના શાસનકર્તાઓ ખુમારી સહન કરી શકતા નથી, એમાય જયારે એક કોમ, એક જ્ઞાતી, એક કોમ્યુનિટી એની ખુમારી થી જીવતી હોય, અસ્મિતાથી જીવતી હોય, એના સંસ્કાર થી જીવતી હોય એ જયારે સહન ન થાય ત્યારે સમજવું એ દેશ અદ્યપતનના રસ્તે જઇ રહ્યો છે.

આ સમાજે એની ખુમારી અકબંધ રાખી છે. ખુમારી ઉપર દ્યા કરાવનાર ની મુક સંમતિ છે એને આપણા વિના રળતુ નથી, આપણે એને ઓળખી શકતા નથી, આ લોકશાહી છે, સામંતશાહી, રાજાશાહી નથી.

જે. પી. જાડેજા એ કહેલ કે સમાજને ન્યાય માટે અન્યાય કરનાર ને ડીસમીસ, દોષિતો ને સજા, હવે જે કંઇ થશે અજુગતું થશે નો આવેદન, નો નિવેદન ઓન્લી એકશન

રાજ સેખાવતે પ્રચંડતા ભર્યા પ્રવચનમાં કહેલ હવે પછી સંમેલન અમરેલી તા. ૧૪ અથવા ૨૧ ઝંડા અને ડંડા સાથે સંવિધાનમાં પ્રાધાન્ય છે સ્વરક્ષણ કરવાનું, જોઇ લઇ એસપી ને ફોજી છું, બોલુ છું એ કરૂ છું. સંવિધાનનો દૂર ઉપયોગ ન કરો સમાજ જાગૃત થઈ ગયો છે.

હેમુબા ઉપર ખોટા કેસો કરી અત્યાચાર કરાયો છે. તેમા દોષિત કર્મચારી, અધિકારી સામે ગૂનો દાખલ થાય અને ડીસમીસ કરવામાં આવે અઢી વર્ષમાં સમાજ સામે દાખલ થયેલ ગુનાનું રીઇન્વેસ્ટીગેશન કરવામાં આવેઃ જે. પી. જાડેજા (રાજપૂત કરણી સેના ગુજરાત)

ગામમાં કોઈ પણ ઉમેદવાર પ્રચાર માટે આવવો ન જોઇએ, ન્યાય ન મળે તો સ્વરાજય ચૂંટણીઓનો બહિષ્કાર કરવાનો છે. ચાહે સામે કોઈપણ પાર્ટી હોય, ખુનના છેલ્લા કતરા સુધી લડવા તૈયાર છીએ, પ્રશાસન નહી સુધરે તો પરિસ્થિતિ બગડશે જીમ્મેદારી સરકારની રહેશે તેમ રાજ સેખાવત (રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના-રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ)એ જણાવ્યુ હતુ.

સંમેલન અનુસંધાને જીલ્લા પોલીસ વડાનાં માર્ગદર્શન હેઠળ ચોટીલા, સાયલા, આણંદપુર, બામણબોર, થાનગઢ સહિતના રોડ અને ગ્રામ્ય રસ્તાઓ પર ચાંપતો બંદોબસ્ત ગોઠવાયેલ, ચેક પોસ્ટ, બેરીગેટ, ૩ ડીવાય એસ, ૪ પી આઇ, ૧૬ પીએસઆઇ, મહિલા પોલીસ, હથિયારધારી એસઆરપી, ૨૦૦ જેટલા પોલીસ કર્મીઓ, તેમજ સતત ક્રોસ વાહાન પેટ્રોલીંગ અને જીલ્લાની તમામ બ્રાન્ચ અને તાલુકાની પોલીસ ચોટીલા ખડકી દેવામાં આવેલ હતી.

બોડી પ્રોટેકટર, હેલ્મેટ, લાઠી, ઢાલ, ગેસ ગન, રબ્બર બુલેટ, રેડીયમ જેકેટ ફાયર ફાઇટર, વાહનો સહિત ની તૈયારીઓ રાખવામાં આવેલ હતી.

બહેન સામે માત્ર ફરજમાં રૂકાવટની ફરિયાદઃ અમરેલી પોલીસનુ નિવેદન

ચોટીલા, તા.૮: સાવરકુંડલાના લુવારા ગામે ૨૬ જાન્યુઆરીએ કુખ્યાત આરોપી અશોક બોરીચાની પોલીસે સામ-સામા ગોળીબાર બાદ ધરપકડ કરી હતી. ધરપકડ દરમ્યાન આરોપીનાં બહેન દ્વારા પોલીસની ફરજમાં રૂકાવટ કરવામાં આવતાં એમની સામે નોંધાયેલા ગુનાને પગલે ક્ષત્રિય સમાજમાં ઘેરા પડઘા પડયા હતા.

ચાર દિવસ પહેલાં લુવારા ગામે પોલીસ કાર્યવાહી વિરૂધ્ધમાં એક સંમેલન પણ બોલાવવામાં આવ્યું હતું જે અંગે અમરેલી પોલીસ દ્વારા એવી સ્પષ્ટતા કરવી પડી છે કે આરોપી અશોક સામે હત્યાની કોશિશનો ગુનો નોંધવામાં આવ્યો પણ એમનાં બહેન સામે માત્ર ફરજમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી હતી.

મુખ્યમંત્રી-ગૃહમંત્રી-પોલીસવડા-રેન્જ આઇજીને સંમેલન સ્થળેથી ઇ-મેઇલ દ્વારા આવેદન

(હેમલ શાહ દ્વારા) ચોટીલા, તા.૮: કાઠી ક્ષત્રિય સમાજ સંમેલન રાજયના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, પોલીસ વડા, રેન્જ આઇજી ને મેઇલ દ્વારા સંમેલન સ્થળે થી આવેદન મોકલેલ છે.

આવેદન માં જણાવ્યુ છે કે ૨૬ મી એ લુવારા ગામે એસ પી ના આદેશ થી પોલીસ પ્રશાસન દ્વારા અશોકસિંહ બોરીચા નું એન્કાઉન્ટર નું ષડયંત્ર રચવામાં આવ્યુ, ગુજરાત કાશ્મીર બની ગયુ હોય તેમ અપરાધીને ગિરફતાર કરવાને બદલે ફાયરીંગ કરી એન્કાઉન્ટર નું કાવતરું અને અસંવેધનિક સરઘસ કાઢવામાં આવ્યુ, ઢોર માર મારી પગમાં ફેકચર કરવામાં આવ્યું અપરાધીના બેન હેમુબેન ભાઇને એન્કાઉન્ટર થી બચાવવા વિડીયો રેકોર્ડીંગ કરે છે. તો તેની સાથે પુરૂષ પોલીસ કર્મીઓએ બદતમીજી કરી ગીરફતાર કરવામાં આવે છે. ગંભીર ધારાઓ લગાડવામાં આવે છે.

સત્ત્।ાનો દુરુપયોગ કરાયો છે અન્યાય સામે કાઠી સમાજ અને સમસ્ત રાજપૂત સમાજમાં અસંતોષ નો માહોલ ફેલાય ગયેલ છે સમાજ ન્યાય ની લડત માટે કમર કસીને તૈયાર થઈ ગયો છે. કાનુન વ્યવસ્થા બગડવાની પૂર્ણ સંભાવના છે. તેવી રજૂઆત સાથે હેમુબેન ને તુરંત પ્રભાવ થી બી સમરી ભરી તમામ ખોટા ચાર્જ માંથી મુકત કરી સમ્માન ભેર ઘેર પહોંચાડવામાં આવે, દોષિ પોલીસ કર્મી અને એસ પી અમરેલી નિરલિપ્ત રાય જઈ ની બદલી અને સંવેધાનિક કાર્યવાહી કરવામાં આવે, ભવિષ્યમાં પોલીસ પ્રશાસન સત્તાનો દુરુપયોગ ના કરે અપરાધીના પરિવારને હેરાન પરેશાન ના કરે તેવી જોગવાઈ સુનિશ્ચિત કરવામાં આવે. લેખિત બાંહેધરી પણ આપવામાં આવે તેવી માગણી કરેલ છે.

(11:54 am IST)