Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

બરડા ડુંગરમાં મનસુખભાઇ સુવાગીયાએ કરી ૧૦ દિવસની લેખન તપસ્યા : 'જળક્રાંતિ ગ્રંથ' તૈયાર

રાજકોટ તા. ૬ : ચેકડેમ તળાવના માધ્યમને વિશ્વને જળક્રાંતિનો રાહ બતાવનાર મનસુખભાઇ સુવાગીયાએ હાલમાં બરડા ડુંગર પર ૧૦ દિવસની લેખન તપસ્યા કરી 'જળક્રાંતિ ગ્રંથ' તૈયાર કરેલ છે. જેમાં જળતત્વ, પાણીના દિવ્ય ગુણ, વરસાદના પ્રકાર સહીતની માહીતી ગુજરાતી- હિન્દી - અંગ્રેજી અને ભારતની તમામ ભાષામાં રજુ કરી છે. આ દસ દિવસના લેખન યજ્ઞ દરમિયાન તેમણે આસપાસના ૧૦૦ ગામોના લોકોનો અભ્યાસ કરી વિગતો એકત્ર કરેલ. આ ગ્રંથમાં તેઓએ ગોપાલન, ગાય આધારીત કૃષિ, જળરક્ષા, નવી જળરક્ષા યોજના, વહેણ તલાવડી, જળાશય જતન સહીત સહીતના પ્રકરણો આલેખી રસપ્રદ માહીતી પ્રસ્તુત કરી છે. જેને આ જળક્રાંતિ ગ્રંથમાં સમાવેલ છે. તેમ સંસ્થાના ઉપપ્રમુખ રામકુભાઇ ખાચર (મો.૯૮૨૫૨ ૧૫૦૩૬) ની યાદીમાં જણાવાયુ છે.

(11:57 am IST)