Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉના પ્રેસ કલબ દ્વારા એમ્બ્યુલન્સનું લોકાર્પણ

ઉનાઃ પ્રેસ કલબ સંચાલિત સંજીવની સેવા ટસ્ટ દ્વારા તાલુકાની જનતાને વ્યાજબી દરે અને સુવિધા સજ્જ આરોગ્ય લક્ષી એસી. સીસી.કેમેરા, ઓકસીજન, જીપીએસ સીસ્ટમ ધરાવતી અને દર્દીનાં પરિવારને લાઈવ જાણકારી મળતી રહે તેવી એમ્બ્યુલન્સ લોકોની સેવા અર્થે શરૂ કરવાં નક્કી થયાં બાદ આ બાબતે સેવા શ્રેષ્ઠીઓ દ્વારા સવૈચિછક આર્થિક સહયોગ સાંપડ્યો હતો. પ્રેસ કલબ સેવા યજ્ઞમાં સહયોગી થતાં ઉના ખાતે આવેલ ડીવાઈન સ્કુલમાં એમ્બ્યુલન્સનાં લોકાર્પણ અને દાતા ઓનુ સંન્માન પ્રેસ કલબ પ્રમુખ જયેશભાઈ ગોંધીયાનાં અદયક્ષ સ્થાને યોજાયેલ હતો. મુખ્ય દાતા ઉના પીપલ્સ કો. ઓ. બેંકનાં ચેરમેન મહેન્દ્રભાઈ ગટેચા, વાઈસ ચેરમેન ઇશ્વરભાઇ જેઠવાણી, નિવૃત પી.જી.વી.સી.એલનાં ઈજનેર ધીરૂભાઈ દોમડીયા, લાલાશેઠ, કિશોરભાઈ શંભુવાણી, કિશોરભાઈ કાનાબાર, ઉના ગ્રેઈન એસોસીએશનના પ્રમુખ અબાસભાઈ સુમરાણી, પરસોત્ત્।મભાઈ ઠુમમર, ભરતભાઈ જોષી, ડો આશિષ વકિલ, ડો નૈનુજી, ડો. પ્રિન્સ જોષી, જવાહરભાઈ ગાંધી, રાજુભાઇ ગાંધી, ડો.નંદાભાઈ ગોદાણી, ડો. કુલીન વ્યાસ, રામસિંહભાઈ લાખણોત્રા, ભદ્રેશભાઈ ભુપતાણી, દિપકભાઈ પોપટ, હરીભાઇ વાળા, ધીરૂભાઈ સુવાગીયા, મીલનભાઇ માંડલીયા, સહિતના વિશાળ અગ્રણીઓ દાતાઓ ઉપસ્થિતિમાં તમામનું શાલ તેમજ કૃતજ્ઞતા સન્માન પત્ર આપી બહુમાન કર્યું હતું. વયોવૃધ્ધ પત્રકાર રમણીકભાઇ વ્યાસનું પણ સન્માન કરેલ. પ્રેસ કલબના પ્રમુખ જયેશભાઇ ગોંધીયા. ઉપ પ્રમુખ ફારુકભાઈ કાઝી, નવીનભાઇ જોષી, કનકભાઈ જાની, રામભાઈ વાધેલા, કિરીટભાઈ ગટેચા, કમલેશભાઈ જુમાણી, ભવ્યભાઈ પોપટ, હરેશભાઈ ટીલવાણી, સુનિલ મુલચંદાણી, જીતુભાઈ ઠાકર, ભાવેશભાઇ ઠાકર, દિપકભાઈ જોષી, જેન્તી વાજા, માવજીભાઈ વાઢેર, હિંમતભાઈ બાંભણીયા, રાકેશભાઈ વ્યાસ, હરેશભાઈ દવે, કૈલાસ ભટ્ટ, બસીરબાપુ કાદરી, હિતેશભાઈ જોષી કિશનભાઇ બાંભણીયા, શાકિબ શેખ સહિતના પત્રકારો ઉપસ્થિત રહ્યાં હતા. અને દાતા તેમજ આગેવાનોનું સંન્માન અને તાલુકાની જનતાના આરોગ્ય સુખાકારી માટે એમ્બ્યુલન્સનું લોકાર્પણ કરી સેવા અર્થે મુકવામાં આવી હતી. તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ તે તસ્વીર.

(11:58 am IST)