Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઉના : ચોરીના ગુન્હામાં ૬ વર્ષથી નાસતો ફરતો આરોપી ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૮: ચોરીના ગુન્હામાં ૬ વર્ષથી નાસતા ફરતા આરોપી જમાલશા રહેમાનશા હાલ મોરબી રહેતો હોય તેવી બાતમીના આધારે પોલીસે આરોપીને મોરબીથી પકડી પાડયો છે.

નાયબ પોલીસ મહાનીરીક્ષક શ્રી પવાર તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીએ નાસતા ફરતા આરોપીઓને પકડવા સ્કવોડની રચના કરેલ હોય પોલીસ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઇ પી.જાની, એસ.જી.પરમાર તથા પોલીસ ભીખુશા બચુશાને બાતમી મળેલ કે ૨૦૧૫ ના વર્ષમાં ચોરીના ગુન્હાનો આરોપી જમાલશા રહેમાનશા શામદાર ફકીર (ઉ.વ.પ૦) ફરાર હોય તે મોરબી રહેતો હોય તેથી પોલીસ તુરંત મોરબી જઇ જમાલશા રહેમાનશા શામદાર ફકીરને દબોચી લઇ ઉના પોલીસ સ્ટેશને લાવી કોવીડ-૧૯ની કાર્યવાહી કરવા ઉના પોલીસને સોંપેલ હતો. આમ ૬ વર્ષ પહેલાના ચોરીના ગુનાનો આરોપી પકડી પોલીસે સફળતા મેળવી છે.

(12:00 pm IST)