Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પોરબંદરનું ફેધમ-ર બંદર કુછડીમાં સાકાર થશે કે માપલાવાડીમાં?: હજુ અવઢવમાં

ભૌગોલિકતા ધ્યાને લઇને કુછડીમાં બંદર બનાવવાનો સાગર ખેડૂઓ દ્વારા વિરોધ થયેલઃ માપલાવાડીમાં બંદર સાકાર કરવા માત્ર આશ્વાસનોઃ સર્વે કામગીરીનું નાટક?

(સ્મીત પારેખ દ્વારા) પોરબંદર તા. ૮ :.. સરકાર દ્વારા કુછડી કાંઠે નવુ અદ્યતન ફેધમ  બંદર બનાવવાની જાહેરાત બાદ કેટલીક ભૌગોલિતાને ધ્યાને લઇને કુછડી  કાંઠે બંદર બનાવવા સામે વ્યાપક વિરોધ થયેલ હતો ત્યાર પછી ખારવા સમાજની માગણી મુજબ જાુના બંદર માપલાવાડી ખાતે નવુ બંદર બનાવવા સરકાર દ્વારા માત્ર આશ્વાસાનો અપાતા હોય નવુ બંદર કુછડી કાંઠે બનાવાશે કે માપલાવાડીમાં ? તે અંગે હજુ અવઢવમાં હોવાનું ચર્ચીત બન્યું છે હાલ જાુના બંદર કાંઠે જે સર્વે કામગીરી થઇ તે અપુરતી અને માત્ર નાટક હોવાની ચર્ચા ઉઠી છે.

જેઠવા વંશના રાજવી સ્વ. બાષ્કલ દેવજી યાને બુખ્ખાજીએ આજથી એક હજાર ત્રીસ વરસ પહેલાં વિશ્વ સાથે જળ વહેવારના વ્યાપારથી જોડીને પોરબંદરને સમૃધ્ધ બનાવ્યું પોરબંદર શ્રેષ્ઠીઓએ આરબ રાષ્ટ્રમાં તેમજ આફ્રિકા ખંડીમાં જઇ વ્યાપાર શરૂ કરી સમૃધ્ધી મેળવી. તેવી રીતે વિદેશ આરબ રાષ્ટ્રોમાંથી તેમજ વિશ્વના અન્ય દેશોમાંથી જળ વહેવાર દ્વારા વહાણ  સ્ટીમર વિગરે લઇ પોરબંદરના બંદરે આવતાં. પોરબંદરનું વધુ પડતો વહેવાર આરબ અમીરાતના દેશો શ્રીલંકા તેમજ હિન્દુસ્તાન (ભારત)ના આંતર રાજય કેરાલા, મહારાષ્ટ્ર,  સાથે વધુ રહ્યો.

આ બંદર સીઝની બંદર ગણાતું ચોમાસું પૂર્ણ થયા બાદ આઠ માસ અરસપરસ વહાણો - સ્ટીમર, બગલાથી પોરબંદરનું બંદર ધમધમતું રહેતું હતું મહિનાઓ સુધી ધંધાર્થીઓ વ્યાપારમાં વ્યસ્ત રહેતા. બ્રિટીશ શાસન હોવા છતાં પણ પોરબંદરનું બંદર તેમની સમૃધ્ધી માટે જીવંત રહ્યું અને વર્તમાન રહીશ શકે તેમજ છે. બંદરની આવક પર શહેર અને રાજયનો વિકાસ સંકળાયેલ. કરવેરા શું છે તે પોરબંદર રાજયના નાગરિક સમજતા ન હતાં. સરકારી ખરચા પણ બંદર જળ વહેવારની વ્યાપાર વૃધ્ધી થતી આવકમાંથી ચુકવાતા. વિકાસ કામો માટે આ બંદરની આવકમાંથી કાર્ય થતું.

હિન્દુસ્તાન (ભારત) સને ૧૯૪૭ માં તા. ૧પ મી ઓગષ્ટના હિન્દુસ્તાન બ્રિટીશ ગુલામીમાંથી મુકત થયું. સને ૧૯૪૮ ની સાલમાં હિન્દુસ્તાનના નાના-મોટા રજવાડાઓનું વિલની કરણ લોખંડી પુરૂષ સ્વ. સરદાર વલ્લભભાઇ પટેલ કોઠા સુઝ અને આત્મ મનોબળના અવાજથી મકકમતા સાથે અખંડ હિન્દુસ્તાન-ભારત બન્યું.  ત્યાં સુધી પોરબંદર રાજયના જેઠવા વંશ છેલ્લા રાજવી રાણા નટવરસિંહજી રહેલ. જેઠવા વંશના રાજવીઓએ અનેક ચડતી પડતી જોઇએ છતાં વિવાદથી દુર રહ્યા આ રાજવીઓને નિષ્ઠા પ્રજા વાત્સલ્ય રહી વિકાસની રહે. જેઠવા વંશ એક સમયનું રાજય બોતેરસો બરડાનું ગણાતું છેલ્લે ૭ર ગામનું રાજય રહ્યું તો પણ તેમની સમૃધ્ધિમાં વિકાસના કોઇ ફેર પડયો નથી. તેમાં પણ સંતોષ માન્યો. બોતેર ગામના રાજય બનવા પાછળ વિસ્તૃત એક લાંબો ઇતિહાસ ચારણ પુત્રી સમી ઉજળી અને સ્વ. રાજવી હાલ પણ જેઠવાનો રહેલ છે. સતીના શ્રાપથી પોરબંદર બોતરે ગામનું રાજય રહ્યું. આજપણ પોરબંદર જીલ્લો બનતા પોરબંદર તાલુકો રાણાવાવ તાલુકા સહિત બોતેર ગામનો છે. કુતિયાણા તાલુકો જે તે સમયે પોરબંદર રાજય ન હતું નવાબી શાસનમાં હતું.

પોરબંદર છેલ્લા જેઠવા વંશ રાજવી સ્વ. રાણા નટવરસિંહજી વિકાસ શીલ રાજવી પ્રજાવાત્સલ્ય સાથે જેઠાવંશ-રાણાને ગૌ. બ્રાહ્મણ પ્રતિપાલથી નવા જવામાં આવતાં. જે અન્ય રાજવીને આ સંબોધન મળતું ન હતું. સ્વ. રાણા નટવરસિંહજી જેઠવાનું  સ્વપ્ન  હતું કે, પોરબંદરનું બંદર સીઝની બંદર નહીં પરંતુ બારમાસી બંદર તરીકે વિકસીત રહે. દેશ-વિદેશ સાથે જળ વહેવારથી વ્યાપાર વૃધ્ધી સમૃધ્ધ બને તે દ્રષ્ટિએ તેઓશ્રીના શાસન કાળ દરમ્યાન સને ૧૯૪૬ ની સાલમાં પોરબંદર બંદરને બારમાસી બંદર બનાવવા વિકાસ માટે કાર્ય શરૂ કર્યુ.

રાજયની સોપણી હિન્ઘ્ુસ્તાન (ભારત) સરકારને કરી ત્યારે ગર્વનર શાશન હતું. અને ૧૯પ૧માં તા.ર૬ મી જાન્યુઆરીના રોજ હિન્દુસ્થાન ગર્વ ધરાવતું પ્રજાસતાક રાજય તરીકે અમલમાં આવ્યું નાગરીકોને સ્વતંત્રના બંધારણ હક્કો પ્રાપ્ત થયા સને ૧૯પ૧ ની સાલમાં ચુંટણી આવી. આ સમયગાળા દરમ્યાન સૌરાષ્ટ્ર રાજય કાઠીવાડીમાંથી બન્યુ કચ્છ પણ ભેળવવામાં આવ્યું પચ્ચીથી ધારાસભ્ય સાથે અલગ વિધાનસભા ધરાવતું રાજય અમલમા આવશે સૌરાષ્ટ્રાર સરકારે પોરબંદર સ્વ. રાજવી રાણા નટવરસિંહજી જેઠવા સ્વપ્ન સાકાર કરવા બારમાસી બંદર તરીકે વિકસાવવા માટે વિધાનસભામાં ઠરાવ કર્યો સરવે હાથ ધરાયું આ સમય દરમ્યાન સૌરાષ્ટ્ર રાજય મુંબઇ રાજયમાં ભળ્યું સાથે ગુજરાત પણ મુંબઇ સાથે ભળેલ બહૃદ મુંબઇની રચના થઇ પરંતુ સ્વ.ઇન્દુચાચા સ્વ. ઇન્દુલાલ યાજ્ઞીક અનેસ્વ. રવિશંકર મહારાજે અલગ ગુજરાતની માંગણી કરી ચળવળ શરૂ થઇ આ સમય દરમ્યાન મુંબઇ રાજયમાં પોરબંદરના બારમાસી બંદરના વિકાસ માટે તેમજ સમુ્દર ઉત્પન્ન થતા મોજા અને તેનો કરન્ટ કરવા જહેમત સલામતી જળવાય રહે તે માટે વિજ્ઞાનીક સાથે પરીક્ષણ શરૂ થયું મોજાનો કરન્ટ કપાય જાય તે માટે ટી ગાર્ડ બનાવ્યાનું નકકી થયું તે પ્રમાણે બારમાસી જેટ્ટી બનાવવા રી-સરવે થતા સુભાષનગર-યાને સામા કાંઠો દરિયાપીર યાને હૈયાત નબીનો સમુદ્ર કિનારો પસંદ કર્યો જયાથી થોડે અંતરે અંતરે સુભાષનગર ખીમેશ્વર વચ્ચેના અરબી સમુદ્રમાં આફ્રિકા લઇ જતી સ્ટીમર એસ.એસ.બેટી (યુએલ) ને ડુબાડવામાં આવેલ છે આ વિસ્તારમાં ઉડો છે આશરે ૩૦ થી ૩પ ફુટની ઉડાઇ ધરાવતો છે જેથી સુભાષનગર અરબી સમુદ્રનો કિનારો પસંદ કરવામાં આવ્યો અને બારમાસી નદીનું સાફસુફ કરવામાં આવેલ સને ૧૯૭૮ માં બારમાસી બંદર તરીકે ખુલ્લુ મુકવામાં આવેલ.

આ અરબી સમુદ્ર પરંતુ બંદર ર૧-૩૮ ઉતર અક્ષાંશ અને ૬૯-૩૭ પૂર્વ રેખાંશ પર આવેલ છે. હિન્દુસ્તાન ભારતના પશ્ચિમ કિનારા અને યુરોપના બંદરો વચ્ચેના આંતરરાષ્ટ્રીય જળમાર્ગ આવેલું છે અરેબિયા, આફ્રિકા, પશ્ચિમ કિનારા અને યુરોપના બંદરો વચ્ચેના આંતરાષ્ટ્રીય જળમાર્ગ પર આવેલું છે. અરેબીયા આફ્રિકા પશ્ચિમ ગલ્ફન બંદરો સાથે વેપાર માટેનું ઘણું સુયોગ્ય બંદર છે.

સને ૧૯૭૮માં બારમાસી બંદર તરીકે પોરબંદર ખુલ્લુ મુકવામાં આવેલ ત્યારે રૂાઉ૧૭ સત્તર કરોડ રૂપિયા ખર્ચ થયેલ ઇ-જે સમયે બારમાસી પોરબંદર બંદર વ્યાપાર માટે ખુલ્લુ મુકવામાં આવ્યું ત્યારે પાંચ લાખ ટનની આયાત નિકાસની ક્ષમતા ધરાવતા નિકાસ આયત નિકાસ થતી ત્યારે જેટી નાની હતી જે પાંચ લાખ ટનની ક્ષમતા ધરાવતી હતી હાલ જેટીની ક્ષમતા વધેલ છે.

જાપાન, સિંગાપોર, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, શ્રીલંકા, ઇરાની, અખતોના દેશમાં  ફ્રાન્સ બ્રિટન હોલેન્ડ ઇટલી-પુર્વજર્મની ઝોહોરલો વેકિયા, બલોરિયા, રશિયા, પોલેન્ડ, અલ્જીરીયા,, પનામા, કનેડા, ગલ્ફન, દેશો સાથે આયાત નુકશાથી જોડાયેલ હાલ બંદરને મુરછીત કરી દેવામાં આવેલ છે.

પોરબંદરનું બંદર કુદરતી સગવડતાવાળો ધરાવે છે. બેનબુન રેતીન ભરાવો દુર કરાય સલામતીની પણ વ્યવસ્થા બંદર સુધી રેલ્વેની બ્રોડગેજ લાઇન જવામાં આવે અને ટ્રાન્સપોર્ટના વ્યાજબી ભાવની સુવિધા મળે તો આ બંદર પાંચલાખની વાર્ષિક આયાત નિકાસની હેરાફરી સરળતા થઇ શકે તેવી ક્ષમતા ધરાવતું હાલ તો જેટી વધી છે. એક જેટીના બદલે જુના બંદરની પણ જેટી જીવંત કાર્યરત બની છે મીટરગેજ રેલ્વે લાઇનનું રૂપાંતરીત કરી બ્રોડગેજમાં ફેરવવા રૂ.ર૦૧૮ કરોડ ઉપરાંત વધારાના ૬૧/૪ સવાટકા સને ર૦૧૩ માં મજુર થયેલ રેલ્વે બોર્ડને પશ્ચિમ ટોચે ફાળવેલ  ગમે તે કારણસર રેલ્વે ગેજ પરિવર્તનની કામગીરી હાથ ધરવામાં આવતી નથી.

આજથી દશ વરસ પહેલાં ગુજરાતમાં મુખ્યમંત્રીશ્રી તરીકે વર્તમાન ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પોરબંદરના બંદરની ભૌગોલીકતા નિહાળયા બાદ આ અંદર વિકાસવવા પ્રયત્ન હાથ ધરેલ. અને સુરક્ષાની દૃષ્ટિએ પણ સલામત ગણાતું બંદર વિકસાવવા ગુજરાત સરકારે જળ સુરક્ષા એજન્સી - નેવી સાથે વાટાઘાટ કરી અને કોમર્શીયલ અને સુરક્ષા જેટીનું ભાગીદારી ખર્ચમાં નિર્માણ કરેલ. અને તે કાર્ય પણ પૂર્ણ થઇ ગયેલ છે. પુનઃ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ કરાર કરવા ત્થા લોકાર્પણ કરવા સુભાષનગર જેટ્ટી પર પધારેલ ત્યારે તેઓશ્રીએ જાહેરાત કરેલ કે, ગુજરાત સરકાર પોરબંદરને ગુજરાતનું ફ્રી પોર્ટ જાહેર કરશે. તેઓની વાત હવા ગુંજે છે. 

મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલ ધંધાર્થીઓ સાથે ખારવા માલમ વહાણ ધરાવતા હતા  આજે છે. કદાચ ચાર પાંચ વહાણો હોય તો ભલે ૧૦૦ એકસો પહેલા ૧૮૮૮માં  પોરબંદર ૭ર દેશી વહાણ બંધાયેલ. જયારે સન ૧૯૭૮ માં પોરબંદર બારમાશી બંદર સાકાર થયું લોકાપર્ણ થયું ભારે ૧૬ સોલ જેટલા દેશી રજીસ્ટર્ડ થયેલા દેશી વહાણો વેપાર અર્થે કાર્યરત હતા. ફીશીંગ બોટોનો સમાવેશ થતા નથી. ૧૦ દશ વહાણોનું બાંધકામ ચાલુ હતુ. આ વ્યાપારી વ્હાણો ર૦૦ થી ૩૦૦ બસોથી ત્રણસો ટનની ક્ષમતાવાળા હતા બંધાતા ત્યાર બાદ ફીશી઼ગ બોટનો યુગ આવેલ વચલા સમયમાં ૮૦૦ આઠસોથી રપ૦૦ પચ્ચીસો ટનની ક્ષમતા ધરાવતા મશીન ધરાવતા વહાણો બંધાયેલ તે વહાણો આરબ ઇમીરાત ઇરાન ઇરાક દુબઇ અબુધાબી વચ્ચે વ્યાપારી ધોરણે ચલાવતા આપણા વહાણો ડીમાન્ડ રહે તે આરબ ઇમરાનમાં શ્રી હિંમત સારી ઉપજતી નથી. અહી તૈયાર થયેલ વહાણ ત્યાં જ વેહચાય જતુ આરબ વહાણ વહી સારી રકમ ચુકવતા વહાણના ધંધામાં ખારવા ઉપરાંત મહાજન વર્ગ પણ રોકાયેલ ભાટીયા, વાણીયા, લોહાણાના પણ વહાણના માલીકો હતા. ખારવા સમાજના દેવશી માલમ રત્નામાલમ વિગેરેના નામ આગળ પડતા શ્રીલ઼કા તેમજ અમીરાત દ્રીપ કરતા.

પુરૂષ વર્ગ વહાણમાં ખલાસી ટંડેલ તરીકે જતો અક્ષરતા નહીવત હતુ છતા કોઠાસુઝ પાણી પારખવાની અને તોફાન પારવાની હતા સુઝીબુઝી ભારે ધરાવતો હાલ પણ ધરાવે છે. હાલ ખારવા સમાજ મત્સ્ય ઉદ્યોગ બેઠો કરવા તત્પર છે. સરકારમાં વિશ્વાસ રાખેલ છે. રજુઆત કરેલ છે તેમને વચનની હાર માળા સિવાય કાઇ મળવાનું નથી પોરબંદરના વર્તમાનધારા સભ્યશ્રી બોખીરીયા મંત્રી બંદરીય મત્સ્ય ઉદ્યોગ મંત્રીના પદ

સમાજની વ્યાજબી માંગણી ફેઇમ -ર નવુ બંદર જુના બંદર માપલા વાડી માંગણી રહી છે. જે સાનુકુળ મત્સ્ય બંદર તરીકે છે. આ પ્રશ્ન પેચીદો બન્યો છે. સરકારની મુખ્ય મંત્રીશ્રી વિજયભાઇએ મલબાર પીસરી છે. પોરબંદર ખારવા સમાજ જે કહેશે ત્યાં જ બનશે. સરવે ટીમ આવી પોપટની જેમ પઢેલ હતી. તેમણે માપલાવાડી વિસ્તાર માટે ગોળગોળ કહયું ચેરના વૃક્ષો છે. ેજેથી અહી બંદર થઇ શકે તેમ નથી. ટેકનીકલ બાબત દર્શાવી જયારે બંદરની ભુગોળની પુર્ણ  જાણકાર  મેરી ટાઇમ બોર્ડના સરવેયરો માપલા વાડીનું સરવે કરતા સ્પષ્ટ ચોખ્ખો અભિપ્રાય આપેલ કે માપાલા વાડીની ખાડીમાં ચિખલ (કાપ) ભરેલ છે. બંદર માટે સાનુકુળ છે. સ્પષ્ટ અભિપ્રાય આપેલ લેવા છતા રાજકારણીઓએ પેચીદો બનાવી દીધેલ છે.

પોરબંદરથી ખાડીમાં આજ પણ ર૦૦૦ બે હજાર રનની ક્ષમતા ધરાવતા વહાણ મશીનવોાળા (બોટ) લાંરેલ પાણી તરે છે. બીજા ગણ્યા ગાંઠયા વહાણ ચુસ્ત છે. જો વહાણવટા ઉદ્યોગ પુનાજીવંત થશે. ખારવા સમાજના શ્રમીકો જે રોજીરોટી મળતા બેકારી ભુખમરો સહન કરતા રાહત મળશે એક નદી નથી.

દેશ-વિદેશથી આવતી સ્ટીમરો ના કેપ્ટન સ્પષ્ટ કહે છે. જયાં સુધી પોરબંદર મળતુ હોય ત્યાં સુધી ને આગળ અન્યત્ર જતા તૈયાર નથતી. ગુજરાતમાં એક જ એવુ પોર્ટ પોરબંદર છે કે જેની જેટ્ટી બહાર પડતી અરબી સમુદ્રમાં જાય છે. પુરતો પાણીનો જથ્થો લાંગરવા માટે મળે છે. ભરતી ઓટની રાહ જોવી પડતી નથી. સીધુ લેન્ડીંગ બર્થીગ મળે છે. જેથી વહેલી તકે માલ ચડાવી ઉતારી શકાય તેવી છે. ભાગ્યે જ આવી સુવિધા જોવા મળે છે. જયારે મોટાભાગના બંદરોની જેટી અંદરના ભાવો આવેલ છે. જેથી મુશ્કેલી રહે છે. કંડલા કરતા વધુ અનુકુળ પોરબંદરનું બંદર રહે છે. વળી જમીન માર્ગ પણ નજીકમાં છે. બંદરથી કોસ્ટલ હાઇવે તેમ રાજયધોરી માર્ગ સીધો મળે છે જેથી રાજસ્થાન પંજાબ, મહારાષ્ટ્ર  વિગેરે જઇ શકાય છે.

પોરબંદર આસામ શિલીગુડી કે ફાસ્ટટ્રેક હાઇવે જોડાયેલ છે. પોરબંદરનો વિકાસ  થઇ શકે તેવી ઉજળી તક છે.

(12:01 pm IST)