Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

આર્યુવેદ મેડીસન સર્જરી બી.એ.એમ.એસ.માં ડીબાર્ડ પદ્ધતિ સામેઃ રોષ છાત્રો કોર્ટમાં ગયા!!

(કૌશલ સવજાણી દ્વારાા ખંભાળીયા તા. ૮ : આર્યુવેદ તબીબી સેવામાં આયુર્વેદ મેડીસીન સર્જરી છાત્રોમાં  વ્‍યાપક રોષ ફેલાયેલો હોય અન પધ્‍ધતિ જે પ્રોફેશનલ મેડિકલ કોર્ષમાં માત્ર આયુર્વેદિમાં જ છે તેનો અમલ ના કરીને નાબુદ કરવા તથા આ મુદ્દે ભારત સરકારના અમ્‍યુલ મંત્રાલયને તથા રાજયની હાઇકોર્ટમાં જામનગરના છાત્રોએ ફરીયાદ કરી પીટીશન દાખલ કરતા ચર્ચા જાગી છે.

દરેક યુનિવર્સિટીઓમાં કોલેજમાં પ્રોફેસર પોતાના વિષયને અનુમતી પોતાને અનુકળ લેખકોની બુક રીફર કરતા હોય છે તેવી પુસ્‍તકોમાં એક સુત્રમાં જળવાતી નરી જેને કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં લખેલા ઉત્તરોમાં અન્‍યાય થાય છે. તથા આયુર્વેદ સંશોધન સંસ્‍થા દ્વારા વ્‍યકિત બુકો તથા પુસ્‍તકો માટે બુક આધારિત આન્‍સર ફી હોવી જોઇએ જેની છાત્રોને અન્‍યાય ના થાય.

બી.એ.એમ.એલ.માં દરેક વિષયની પરીષા સળંગ હોય છે. એટલે બે વિષય વચ્‍ચે સમયગાળો ના હોય વિદ્યાર્થીઓને પુરતો સમય ના મળતા તનાવ ઉભો થાય છે. જેનું પરિણામ પર અસર પડે છે.

જો વિદ્યાર્થી એક વિષયમાં નાપાસ થાય એટલે એ.ટી.કે.ટી. આવે તો પછી તેણે તે વિષયની પરીક્ષા તથા ચાલુ સાલની તેવિષયની પરીક્ષા આ બન્નેના પેપર એકજ દિવસે સવાર બપોર હોય છેઅને પછી બીજા દિવસે બીજુ પેપર હોય !! આ રીતે પરીક્ષામાં છાત્રો ટેન્‍શનથી નાપાસ વધુ થાય છે. અને ડીબોર્ડની સંખ્‍યામાં ઉતરોતર વધારો થતો જાય છ.ે

પાસ થવા માટે થીયરી અને પ્રકિટકલ પરીક્ષાઓ હોય છેજેમાં પ૦% ગુણ લેવાના થાય છે પણ થીયરી અને પ્રેકીટકલમાં ઘટતા ગુણો તેજ વિષયની અન્‍ય પરીક્ષાઓમાં વધુ આવ ેતો ઉમેરી શકાતા નથી !! સામાન્‍ય રીતે પાર્ટ-૧, પાર્ટ-ર માં ઉમેરી શકાય છે આમ જો વિદ્યાર્થી પ્રેકિટકલમાં નાપાસ અને થીયરીમાં પાસ હોય તો પણ તેણે ફરીથી બન્ને પરીક્ષાઓ આપવી પડે છે જેથી છાત્રો પર પરીક્ષાનું ભારણ વધી જાય છે. તથા ડીબાર્ડ થવાની સંખ્‍યા વધી જાય છે જો નાપાસ હોય તેનુજ પેપર લેવાય તો વિદ્યાર્થીઓને બિનજરૂરી ભારણ ના રહે.

હાલ કોવીડના સમયમાં અનેક બોર્ડ પરીક્ષાઓમાં પણ અભ્‍યાસક્રમ ઘટાડો, ગ્રેસીંગ જેવી છુટછાટો આપવામાં આવી છે ત્‍યારે બી.એ.એમ. એસ.માં પણ આવી છુટછાટની માંગ છાત્રોએ કરી છે તથા ન્‍યાય માટે ગુજરાત હાઇકોર્ટમાંપીટીશન કરીને ભારતના આવુસ મંત્રાલયને પણ ફરીયાદ કરી છે.

(1:26 pm IST)