Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જૂનાગઢમાં ત્રણ -ત્રણ ચોરખાના બનાવેલી કારમાંથી દારૂના ૪૩૫ ચપટા મળ્‍યા : ડુંગરપુર પાસેથી ૮ બાચકા ભરેલ દેશી દારૂ પકડાયો

જૂનાગઢ,તા. ૮: ક્રાઇમ બ્રાન્‍ચ જૂનાગઢ પો.કોન્‍સ. દિપકભાઇ બડવા તથા ભરતભાઇ ઓડેદરાને  હકિકત મળેલ કે, મેહુલ ઉર્ફે તિકી ભીખુભાઇ ધ્રારૈયા રહે. જૂનાગઢ જોષીપરાવાળો વિદેશી દારૂનો જથ્‍થો પોતાના હવાલાની સફેદ કલરની સેવરોલેટ કંપનીની એવીયો કાર રજી.નં.જીજે-૦૩-સીઆર-૧૧૭૮ માં છુપાવીને હેરા-ફેરી કરે છે અને હાલમાં તેણે આ કાર જૂનાગઢ, શાંતેશ્વર મંદિર સામે, સિધ્‍ધેશ્વર પાર્ક સોસાયટીમાં પરીસર ડુપ્‍લેક્ષની સામે આવેલ ખુલ્લા પ્‍લોટમાં રાખેલ છે. જે  આધારે તપાસ કરતા  કાર લોક મારેલ પડેલ હોય. જેથી બળ પ્રયોગ કરી ડ્રાઇવર સાઇડના આગળના દરવાજાનો કાચ તથા ખાલી સાઇડના પાછળના દરવાજાનો કાચ તોડી ગાડીમાં અંદર ચેક કરતા કોઇ વાંધાજનક ચીજવસ્‍તુ મળી આવેલ ન હોય. જેથી સદરહુ કારની ડેકી જોતા લોક કરેલ હોય અને ખુલતી ન હોય. જેથી તપાસ કરતા નીચેના ભાગે બોલ ફીટ કરેલ જોવામાં આવતા. જે બોલ ખોલી ડેકીમાં જોતા દારૂના ચપટા કાગળમાં વિટેલ પડેલહોય. તેમજ સદરહ્‌ ગાડીમાં બારીકાઇથી ચેક કરતા પાછળની સાઇડના બમ્‍પરની અંદર બંને સાઇડેથી તથા આગળના બમ્‍પરમાંથી તથા બમ્‍પરની બંને સાઇડમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના સેગ્રામ ઇમ્‍પીરીયલ બ્‍લુ સુપિરીયર વ્‍હિસ્‍કીના ૧૮૦ એમ.એલ. ૪૨.૮% વી.વી, ફોર સેલ ઇન મહારાષ્ટ્ર સ્‍ટેટ ઓન્‍લી બનાવટના કુલ- ૪૩૫ ચપટા મળી આવેલ. જે તમામ મુદામાલ કબ્‍જે કરી જૂનાગઢ બી ડીવીજન પો.સ્‍ટે.માં ગુન્‍હો રજી કરાવેલ.

 બાદ ક્રાઇમ બ્રાન્‍ચની ટીમ જુનાગઢ સીટી વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા અને વીજાપુર ગામના પાટીયા નજીક આવતા ક્રાઇમ બ્રાન્‍ચ, જૂનાગઢના પો.કોન્‍સ. દિપકભાઇ બડવા તથા ભરતભાઇ ઓડેદરાને  મળેલ કે, સફેદ કલરની વેગનાર કાર રજી,નં. જીજે-૦૯-એમ-૧૦૪૯ માં એક ઇસમ દેશી પીવાના દારૂના જથ્‍થાની હેર-ફેર કરે છે અને જૂનાગઢ થી ખડીયા ગામ તરફ જાય છે. તેમજ સદરહુ ગાડીની આગળ એક ઇસમ મો.સા, થી પાયલોટીંગ કરે છે. જે આધારે વીજાપુરના પાટીયા નજીક વોચમાં રહેતા થોડીવાર રહી એક મો.સા. તથા તેનાથી થોડી પાછળ એક ફોરવ્‍હીલ કાર આવતી હોય. જેને આ મો.સા. ચાલક તથા તેની પાછળ આવતી કારના ચાલકને હાથ બતી તથા લાઠીના ઇસારા વડે રોકાવાનો પ્રયત્‍ન કરતા મજકુર મો.સા. ચાલકે કાવો મારી નિકળી ગયેલ અને તેની પાછળ કાર ચાલકે પણ પોતાના હવાલાની કાર પુરપાટ વેગે દોડાવી રોકેલ નહી અને ભગાવી મુકતા  પીછો કરી ડુંગરપુર ગામ નજીક રોકાવતા મો.સા, ચાલક તેના હવાલાનુ મો.સા. જેમનુ તેમ મુકી દોડીને અંધારાનો લાભ લઇ જાડી જાખરાઓમાં નાસી ગયેલ અને કારનો ચાલક ગાડીમાંથી નીચે ઉતરી દોડીને ભાગવા જતા જેને પકડી પાડી કારમાં ચેક કરતા દેશી દારૂ ભરેલ બાંચકા નંગ-૮ બુંગીયા નં-૪૯ દારૂ લીટર-ર૪૫ કિ.રૂ.૪૯૦૦/- નો મળી આવતા.

ભરત હીરાભાઇ વાઘેલા અનૂ.જાતી. ઉવ.૪૦ રહે. આદિત્‍યનગર, આદિત્‍યિ મંદિરની બાજૂની શેરીમાં જોષીપરા જૂનાગઢને પકડી પાડેલ છે.

આ કામગીરી ક્રાઇમ બ્રાન્‍ચ.ના ઇચા.પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો.સ.ઇ. ડી.જી.બડવા તથા એ.એસ.આઇ. વિજયભાઇ બડવા તથા પો.હેડ કોન્‍સ.વિક્રમભાઇ ચાવડા, જીતેષ મારૂ, નિકુલ પટેલ, યશપાલસિંહ જાડેજા તથા પો.કોન્‍સ. દિપકભાઇ બડવા, ભરતભાઇ ઓડેદરા, ભરતભાઇ સોનારા, દેવશીભાઇ નંદાણીયા, ડાયાભાઇ કરમટા, કરશનભાઇ કરમટા, દિનશેભાઇ નંદાણીયા, દિવ્‍યેશકુમાર ડાભી, ભરતભાઇ સોલંકી, ડ્રાઇવર પો.કોન્‍સ. જગદિશભાઇ ભાટુ વિગેરે પોલીસ સ્‍ટાફએ સાથે રહી કરેલ છે.

(1:27 pm IST)