Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કોર્ટમાં મુદત વેળા પોલીસે પહોંચી જઇ જૂનાગઢમાં ગંભીર ગુન્‍હો બનતા અટકાવ્‍યો : ત્રણની ધરપકડ

જૂનાગઢ,તા. ૮: સને ૨૦૧૯ ની સાલમાં પેટ્રોલ પમ્‍પ ઉપર થયેલ ખૂનના બનાવ બાબતે કોર્ટમાં મુદત હોઈ, બંને પક્ષ કોર્ટ મુદતે આવતા, બને પક્ષે બોલાચાલી થતા, એક પક્ષ દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને જાણ કરતા, એ ડિવિઝન પીઆઈ આર.જી.ચૌધરી, હે.કો. માલદેભાઈ, દિનેશભાઇ, સંજયભાઈ, વનરાજસિંહ, અનકભાઈ, પ્રવીણભાઈ, સુભાષભાઈ સહિતની ટીમ તેમજ ક્રાઇમ બ્રાન્‍ચના પીઆઈ એચ.આઇ. ભાટીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ ડી.જી.બડવા, હે.કો. ભરતભાઈ, સાહિલભાઈ, જગદીશભાઈ,  યશપાલસિંહ સહિતની બે ટીમ કોર્ટ સંકુલમાં પહોંચી સામાપક્ષે આરોપીઓ (૧) સલીમશા મહોબતશા,  (૨)  શબ્‍બીરશા મહોબતશા તથા (૩) સમીર હસનભાઈ શેખ ને તાત્‍કાલિક રાઉન્‍ડ અપ કરી કાર્યવાહી કરવામાં આવેલ હતી. પકડાયેલ ત્રણેય આરોપીનું મોટર સાયકલ પણ ડીટેઈન કરવામાં આવેલ હતું.

બંને પક્ષે કોર્ટમાં મુદત હોઈ, કેસ બાબતે બોલાચાલી અને ઝઘડો થયેલાનું અને પકડાયેલ ત્રણેય આરોપીઓએ ફરિયાદ પક્ષને ગાળો આપેલાનું તપાસ દરમિયાન જણાઈ આવેલ હતું. બનાવ બનતાની સાથે જ પોલીસ પહોંચી જતા, પોલીસની સતર્કતાના કારણે અતિ ગંભીર ગુન્‍હો બનતા અટકી ગયેલ હતો.

 

(1:28 pm IST)