Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

પોસ્‍ટ કર્મચારીના ભૂલાયેલ ૯૬ હજારના સ્‍ટેમ્‍પ જૂનાગઢ પોલીસે રિક્ષા શોધી પરત કરાવ્‍યા

જૂનાગઢ,તા. ૮: આયુબભાઇ હુસેનભાઇ સીડા કે જેઓ ગાંધીગ્રામ પોસ્‍ટ ઓફીસ જૂનાગઢ ખાતે ટ્રેઝરર તરીકે ફરજ બજાવે છે, તેઓ પોતાની કચેરીના કામથી સરદાર બાગ ટ્રેઝરી ઓફીસ ખાતે સ્‍ટેમ્‍પ લેવા ગયેલ હતા, જે સ્‍ટેમ્‍પ પોતાની કચેરી ખાતે પહોચાડેલ. થોડા સમય બાદ તેઓને માલુમ પડેલ કે સ્‍ટેમ્‍પના ૦૩ પેકેટ કે, જેની અંદાજીત કિંમત રૂ. ૯૬,૦૦૦/- જેટલી હતી, તે કોઇ જગ્‍યાએ ભૂલી ગયેલ છે. તેઓ દ્રારા સી ડીવીઝન પો.સ્‍ટે.નો સંપર્ક કરતા, સી ડીવીઝન પોલીસ સ્‍ટેશનના પીએસઆઇ પી.જે.બોદર દ્વારા કમાન્‍ડ ્રૂ કંટ્રોલ સેન્‍ટર (નેત્રમ શાખા)ના પીએસઆઇ પી.એચ.મશરૂને જાણ કરતા, કમાન્‍ડ ્રૂ કંટ્રોલ સેન્‍ટર (નેત્રમ શાખા) દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવેલ.

ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જીલ્લાના કમાન્‍ડ ્રૂ કંટ્રોલ રૂમ ખાતેના પો.કો. રામશીભાઇ ડોડીયા, વિપુલભાઇ ચુડાસમા, ચેતનભાઇ સોલંકી તથા સી ડીવીઝન પોલીસ સ્‍ટેશન ખાતે ડી સ્‍ટાફના હે.કો. ગોવીંદભાઇ પરમાર, કૈલાશભાઇ જોગીયા, નાથાભાઇ, ચંદ્રેશભાઇ સહિતની ટીમ દ્વારા જહેમત ઉઠાવી, બનાવ સમયના સીસીટીવી ફુટેજ આધારે તપાસ કરતા, રીક્ષા બાબતે તપાસ કરતા, તે રીક્ષાનો નંબર GJ 11 UU 8580 શોધી કાઢવામા આવેલ હતો.

રીક્ષાના નંબર આધારે રીક્ષા માલીક મકવાણા મનસુખભાઇ જીવણભાઇ રહે. ઝાંઝરડા રોડ નામ સરનામુ શોધી કાઢવામાં આવેલ હતુ. બીજી તરફ રીક્ષા ચાલક પણ પોતાની રીક્ષામાં કોઇકની વસ્‍તુ હોવાનુ પડ્‍યુ હતુ. જે પણ ફરીથી સામાન પરત આપવા માટે આવ્‍યો, પરંતુ કોઇ મળી આવેલ ના હતુ. રીક્ષા માલીકને પોલીસ દ્રારા શોધી, કીમતી સામાન સહી સલામત પરત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પોતાનો કિંમતી સામાન પરત અપાવવા માટે કરેલ તાત્‍કાલિક સવેંદનપૂર્ણ કાર્યવાહી થી પ્રભાવિત થઈને આયુબભાઈ સીડાએ જૂનાગઢ પોલીસનો આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

(1:36 pm IST)