Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મારામારીના ગુન્‍હામાં સામેલ જુનાગઢનો મજૂર શખ્‍સ તમંચા સાથે ઝડપાઇ ગયો

જુનાગઢ, તા.૮: જૂનાગઢ રેન્‍જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્‍દર પ્રતાપસિંહ પવારની સુચના તેમજ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમસેટ્ટી માર્ગદર્શન હેઠળ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર અંકુશ લાવવા અને ગેરકાયદેસર હથિયારો શોધી કાઢવા તેમજ શરીર સંબંધી ગુન્‍હાઓ બનતા અટકાવવા સુચના કરેલ જે અન્‍વયે એસ.ઓ.જી.જૂનાગઢના પોલીસ ઇન્‍સ.શ્રી એચ.આઇ.ભાટી તથા પો.સબ.ઇન્‍સ. જે.એમ.વાળા તથા પો.સ્‍ટાફના માણસોને હકીકત મળેલ કે, એક ઇસમ ગે.કા.હથીયાર રાખી ખલીલપુર રોડ, ખોડલ ફાર્મ પાસે ઉભેલ છે જે આધારે તે ઇસમને પકડી દેશી હાથ બનાવટનો તમંચો નંગ -૦૧ મળી આવતા હથિયારધારા ક.૨૫(૧-બી)એ, ૨૯ તથા જી.પી.એકટ કલમ ૧૩૫ મુજબ કાર્યવાહી અર્થે બી ડીવી.પોલીસ સ્‍ટેશનને ગુન્‍હો રજી કરવા સોંપવામાં આવેલ છે. (૧) મુસ્‍તુફા રજાકભાઇ ઉમરભાઇ માલવીયા ઘાંચી ઉ.વ.૨૦, ધંધો મજુરી, રહે.બિલખા, કલાક શેરી સામે ગુન્‍હો સમક્ષ કરાયો છે. આરોપી વિરૂધ્‍ધ કોડીનાર પો.સ્‍ટે. ૧૧૧૮૬૦૦૨૨૦૦૮૯૫ ઇ.પી.કો.કલમ ૧૧૪,૩૨૩, ૫૦૪, ૫૦૬(ર) જીપીએકટ ક.૧૩૫ મુજબ ગુન્‍હો દાખલ થયો છે.

આમ જુનાગઢ શહેર વિસ્‍તારમાંથી મારામારીના ગુનામાં સંડોવાયેલ આરોપીની એક તમંચા કિ.રૂ.૫૦૦૦/ના મુદામાલ સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવેલ છે.

આ કામગીરીમાં એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ એમ.વી.કુવાડીયા, પી.એમ. ભારાઇ, પો.હેડકોન્‍સ સામતભાઇ બારીયા, દીપકભાઇ જાની, મજીદખાન પઠાણ, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ કોડીયાતર તથા પો.કોન્‍સ અનિરૂધ્‍ધસિંહ વાંક, મહેન્‍દ્રભાઇ ડેર, ધર્મેશભાઇ વાઢેળ, શૈલેન્‍દ્રસિંહ સિસોદીયા, રવિરાજસિંહ વાળા, જયેશભાઇ બકોત્રા વીગેરે સ્‍ટાફ જોડાયેલ હતો.

(1:32 pm IST)