Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

બીડી, તમાકુ, પાન મસાલાનો નકલી સામાન સાથે વિસાવદરનો શખ્‍સ ઝડપાઇ ગયો

જુનાગઢ, તા., ૮: વિસાવદર ડોબરીયા પ્‍લોટ, પોસ્‍ટ ઓફીસની પાછળની શેરી, શિવ શકિત નામના મકાન માલીક પ્રવિણભાઇ ઉર્ફે પિન્‍ટુ હરીભાઇ દેવાણી પટેલ (રહે. વિસાવદરવાળો પોતાના મકાને બીડી તથા તમાકુ રાખી વેચાણ કરે છે. જેથી રેઇડ કરતા કોઇ પણ આધાર પુરાવા વગર સંભાજી તથા રાજકમલ બીડીના પેકેટ નંગ-૭૪ તથા વિમલ કંપનીના પાન મસાલાના પેકેટ નંગ-૮૩ તથા તાનસેન કંપનીના પાન મસાલાના પેકેટ નંગ-૯૩, વિ-૧ કંપનીના તમાકુના પેકેટ નંગ-૮૯ તથા ટુ પ્રીમીયમ ઝર્દાના બોક્ષ નંગ-૯ર મળી કુલ કિ.રૂા. પર,૪૮૦ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

એસ.ઓ.જી.ના પો.ઇન્‍સ. એચ.આઇ.ભાટી તથા પો. સબ ઇન્‍સ. જે.એમ.વાળા,એમ.જે.કોડીયાતર તથા એ.એસ.આઇ. એમ.વી. કુવાડીયા, પી.એમ.ભારાઇ તથા પો.હેડ કોન્‍સ. સામતભાઇ બારીયા, મજીદખાન પઠાણ, અનિરૂધ્‍ધભાઇ, દીપકભાઇ જાની, ભરતસિંહ સિંધવ, પરેશભાઇ ચાવડા, રવિકુમાર ખેર, બાબુભાઇ નાથાભાઇ તથા પો.કોન્‍સ. મહેન્‍દ્રભાઇ દાનાભાઇ, ધર્મેશભાઇ વાઢેળ, શૈલેન્‍દ્રસિંહ સિસોદીયા, રવીરાજવાળા, જયેશભાઇ બકોત્રા વીગેરે સ્‍ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતો.

 

(1:33 pm IST)