Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

સોરઠની પ્રાથમીક શાળાઓમાં કાલથી પુર્ણ સમય સાથે શિક્ષકોને ૧૦૦ ટકા હાજરી આપવા આદેશ

જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ.ઉપાધ્‍યાય અને ટીમ ચેકિંગ કરશે

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા. ૮ : જુનાગઢ જિલ્લામાં પ્રાથમીક શિક્ષણ અધિકારી આર.એસ.ઉપાધ્‍યાયએ જણાવ્‍યું હતું કે તા.૯ ફેબ્રુઆરી આવતીકાલથી જિલ્લાની તમામ સરકારી  બિન સરકારી અનુદાનિત અને બિન અનુદાનિત પ્રાથમીક શાળાના શિક્ષકોને પુર્ણ સમય ૧૦૦ ટકા શિક્ષકોને શાળામાં હાજર રહેવા સુચના આપવામાં આવી છે.

શ્રી આર.એસ.ઉપાધ્‍યાયએ વધુમાં જણાવયું હતું કે તાલુકા પ્રાથમીક શિક્ષણાધિકારી (તમામ) તેમજ કેળવણી નિરીક્ષક તમામ) તેમજ બી.આર.સી. કો-ઓડીનેટરશ્રી તમામને આજે પરિપત્ર દ્વારા સુચના આપવામાં આવી છે કે આવતીકાલથી પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગરની સુચના સંદર્ભે રાજયની તમામ પ્રાથમીક શાળાઓમાં શિક્ષકોની પુર્ણ દિવસોની ૧૦૦ ટકા હાજરી રાખવા જણાવ્‍યું છે.

ત્‍યારે આવતીકાલથી જુનાગઢ જિલ્લાની તમામ પ્રાથમીક શાળા શિક્ષકોને હાજર રહેવા ફરમાન કર્યુ છે. ગુજરાત રાજયની તમામ પ્રાથમિક શાળાઓમાં પ્રત્‍યક્ષ શિક્ષણકાર્ય બંધ છે અને હોમલર્નિગની સુચનાઓ ધ્‍યાને લઇ હાલમાં શૈક્ષણિક પ્રવૃતિઓ કરાવવામાં આવે છે. તેમજ હાલમાં ગુજરાત રાજયના કોવિડના કેસોનું પ્રમાણ ઘટતાઓ કોરોનાની સ્‍થિતી નિયંત્રણ હેઠળ આવતી જાય છે. તે સંજોગોને ધ્‍યાને લઇને સરકારશ્રી દ્વારા પ્રાથમીક શાળામાં ફરજ બજાવતા તમામ શિક્ષકોને રોટેશન બેઝીસ પર ફરજ પર ઉપસ્‍થિત રહેવા સુચના આપવામાં આવેલ છે. જિલ્‍લા પ્રા. શિ. અધિ. ઓંચિતા શાળાઓનું ચેકિંગ કરશે.

(1:34 pm IST)