Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દ્વારકા બરડીયા નજીક ટ્રકની ઠોકરે બાઇક સવાર યુવકનું મોત

ખંભાળીયા, તા., ૮: દ્વારકાના નવી ધ્રેવાડ ભીમપરા વાડી વિસ્તારમાં રહેતો ઘાઘાભા ડાવાભા માણેક (ઉ.વ.ર૮) નામનો યુવક ગત રોજના પોતાનું બાઇક જીજે ૩૭ ઇ ૭૯૩ર નંબરનું લઇને જઇ રહયો હતો. ત્યારે બરડીયા નજીક દરગાહ પાસે પહોંચતા સામેથી પુરપાટ ઝડપે આવતા જી.જે.૩૭ ટી ૬૬૨૨ નંબરના ટ્રક ચાલકે બાઇકને ઠોકરે લેતા યુવાનનું મોત નિપજયું હતું. બનાવના પગલે પોલીસે ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

મૃતકના ભાઇ કારૂભા ડાવાભા માણેકની ફરીયાદ પરથી નાસી છુટેલા ટ્રક ચાલક વિરૂધ્ધ દ્વારકા પોલીસે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે. યુવાન પુત્રના મોતથી પરીવારમાં કલ્પાંત સર્જાયો છે.

દ્વારકામાં જુગાર રમતા ચાર ઝડપાયા

દ્વારકામાં નરસંગ ટેકરી ઘોડાવાવ નજીક જાહેરમાં તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરતાં મનસુખ હિરજી રાયઠઠ્ઠા, વાઘાભા સીદીભા માણેક, મોડભા ઉર્ફે ચકુભા જાદવભા માણેક, રાયસંગભા મિયાજરભા જામને રોકડ ૪૯૧૦ની મતા સાથે દ્વારકા પોલીસે ઝડપી લઇ ગુનો નોંધ્યો છે.

(1:34 pm IST)