Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જામનગરમાં અજાણ્યા શખ્સનું મોતઃ દારૂ-જુગારમાં ૧૯ ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮રૂ મોરકંડાના પાટીયા પાસે દ્રારકેશ હોટલ સામે રહેતા જયેશભાઈ ઉમેદભાઈ દેગામા, ઉ.વ.રર, એ પંચ બી પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, કોઈ અજાણ્યો પુરૂષ, ઉ.વ.આ.૬૦ વાળો પંચાયત કર્મચારી નગર પાસે, સોનલનેશની સામે કોઈપણ અગમ્ય કારણોસર મૃત્યુ પામેલ છે.

દારૂ સાથે ચાર ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. વિજયભાઈ બળદેવભાઈ કાનાણી એ ફરીયાદ નોંધાવી છે કે, દિ.પ્લોટ –૪૯ રોડ, મામા સાહેબના મંદિર પાસે, જામનગરમાં દિપેશભાઈ પ્રાગજીભાઈ ચૌહાણ દારૂની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂા.પ૦૦/ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં કોન્સ. માલદેવસિંહ ભરતસિંહ ઝાલા એ ફરીયાદ નોંધાવી છે કે, મોટા વડાળા ગામે આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે આરોપી સંજયભાઈ ભીખાભાઈ વસોયા, દારૂની બોટલ મેકડોલ તોડેલ જેની કિંમત રૂા.૪૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રવીભાઈ ગોવિંદભાઈ શર્મા એ ફરીયાદ નોંધાવી છે કે, આઈ.ટી.આઈ. કોલેજની સામે, જી.ઈ.બી. ગેઈટ પાસે,  કૌશીકભાઈ શંકરલાલ કેવલીયા દારૂની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂા.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂષીરાજસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, આઈ.ટી.આઈ. કોલેજની સામે, જી.ઈ.બી. ગેઈટ પાસે, જામનગરમાં આરોપી ધવલ ચંદુલાલ ગૌસ્વામી દારૂની શીલબંધ બોટલ નંગ–૧, કિંમત રૂા.પ૦૦/– ની રાખી રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ધરારનગરમાં જુગાર રમતી સાત મહિલા સહિત આઠ ઝડપાયા

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. મુળરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, ધરારનગર–ર, અબુ હનીફા મસ્જિદ પાસે આગળ રોડ પર આરોપીઓ મરીયમબેન હારૂનભાઈ મામદભાઈ સેતા, ભારતીબેન ભીખુભાઈ પાલાભાઈ નાગેરા, રજીયા ઉર્ફે રજુડી દોશમામદભાઈ સીદીકભાઈ જોખીયા, અશોકભાઈ વેલજીભાઈ ઝીંઝુવાડીયા, સાહીલ ઉર્ફે ભોલીયો વલીમામદભાઈ મથુપોત્રા, પ્રવિણાબેન જેસીંગભાઈ શંકરરાવ ગોડશે, કરીમભાઈ સીદીકભાઈ જોખીયા, રોશનબેન અલ્તાફભાઈ મામદભાઈ દરજાદા, તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂા.૧૦ર૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

લાલવાડી આવાસમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. પ્રવિણભાઈ ભીખાભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, જામનગરમાં લાલવાડી નવા આઠમાળીયા, આવાસ વીંગ સી ના પાર્કીગમાં નીચે આરોપીઓ દિપકભાઈ મગનભાઈ જેઠવા, નિતીનભાઈ જેઠાલાલ વારા, પ્રદિપભાઈ ઉર્ફે પલોક વલ્લભભાઈ ચૌહાણ, શૈલેષભાઈ જીવરાજભાઈ મહેતા, ઈશ્વરભાઈ હિરાલાલ જેઠવા, અમૃતલાલ સવજીભાઈ ચૌહાણ, નરેશભાઈ ઉર્ફે નશો પરસોતમભાઈ મતીયા, જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂા.૧૬,૪પ૦/ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(1:39 pm IST)