Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ખંભાળીયા પાલિકાની કિંમતી જમીન પર દબાણોઃ ફરીયાદ થઇ લેંડ ગ્રેબીંગની!

કિંમતી જમીનો પર દુકાનો બનાવી ભાડા વસુલાય છે!!

ખંભાળીયા તા. ૮ રૂ.. સલાયા નાકા પાસે પરબના ટાંકાની નજીક દુકાનો બનાવાઇ હોય લેંડ ગ્રેબીંગ હેઠળ ફરીયાદ થતાં ભારે ચર્ચા જાગી છે.

ખંભાળીયા પાલિકાની ઢીલી નીતિ ને કારણે શહેરમાં એકપણ જગ્યાએ ખાલી જમીન નથી અને ચોપડે ઢગલાબંધ સર્વે નંબરો સરકારી તથા પાલિકાના બોલે છે...!!

ખંભાળીયામાં સલાયા ગેેઇટ, ચાર રસ્તા, ધરારનગર, સ્ટેશન રોડ, જેવા વિસ્તારોમાં સરકારી જમીનો પર કોમર્શીયલ બાંધકામ કરીને વર્ષોથી લાખો રૂપિયા ભાડુ લેતા શખ્સો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી સંભાવના છે.

ખંભાળીયામાં સલાયા ગેટ પાસે પાણીના ટાંકા પાસે આવી રીતે દબાણો થયા હોય આધાર પુરાવા સાથે ફરીયાદ થઇ છે. ત્યારે દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે કેમ કે ખંભાળીયા પ્રાંત અધિકારી શ્રી ડી. આર. ગુરવે ભાણવડમાં સપાટો બોલાવ્યો હતો તેવો અહીં પણ કરવા સંભાવના છે.

(1:40 pm IST)