Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

દ્વારકા જિલ્લામાં તળિયે જતો કોરોનાઃ બે દિ'માં માત્ર બે કેસ

પાંચ સાજા થયાઃ વોર્ડમાં માત્ર ચાર દર્દી

ખંભાળિયા તા.૮ રૂ દ્વારકા જિલ્લામાં કોરોના મહામારીના પોઝીટીવ કેસ સતત ઘટતા જતા હોય સતત ત્રણ દિવસથી શુન્ય કેસ નોંધાયા પછી શનિ-રવિમા ૪૮ કલાકમાં માત્ર બે કેસ નોંધાયા હતા. આ બંન્ને કેસમાં એક કેસ ભાણવડ તથા એક કેસ વેરાડમાં નોંધાયો છે. જયારે ખંભાળિયા, દ્વારકા તથા કલ્યાણપુરમાં એક પણ નવા કેસ સતત પાંચ દિવસથી નોંધાયા નથી.

દ્વારકા જિલ્લામાં સતતઘટતા જતા દર્દીઓને કારણે દ્વારકામાં કોરોના હોસ્પિટલ વોર્ડમાં જયાં રોજ પ૦ થી ૬૦ દર્દીઓ થતા હતા તથા સારવારચાલતી ત્યાં ગઇકાલે માત્ર ચાર  જ દર્દીઓ રહયા છે. જિલ્લામાં માત્ર ૧૭ એકટીવ કેસ છે. જેમાં ૧૩ હોમ આઇસોલેશનમાં છે.

ગઇકાલે ખંભાળિયામાંથી બે, કલ્યાણપુરમાંથી બે તથા ભાણવડમાંથી એક એમ કુલ પાંચ દર્દી ડિસ્ચાર્જ થયા છે જે સારવારમાંથી સાજા થતા ઘેર મોકલાયા છે.

(1:42 pm IST)