Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

કુરંગામાં દલિત યુવાનની હત્યા અંગે મહત્વની કડી સાંપડી

યુવાન સાથે કામ કરનારા શંકાના ઘેરામાં

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળિયા તા.૮  રૂ દ્વારકાના કુરંગા ગામની સીમમાંથી શનિવારના બપોરે ત્યાંના રહેવાસી વાળા રાયમલ હાથિયા ઉ.૩૦ વાળાના મૃતદેહ બોથડ પદાર્થો માથામાં મારીને મોત નીપજાવ્યાનો પોલીસને મૃતદેહ મળેલ હતો.

બનાવની જાણ થતા જિ. પો.  વડાશ્રી સુનીલ જોશીની આગેવાની તથા માર્ગદર્શન હેઠળ એલસીબી પી.આઇ. જે.એમ.ચાવડા, એસ.ઓજી. પી.આઇ. એ.ડી.પરમાર, દ્વારકા પો.ઇ. પી.બી. ગઢવી તથા ડીવાયએસપી હિરેન્દ્ર ચૌધરી તથા ડીવાયએસપ એસસી એલટીસેલ શ્રી સમીર સારડા ટીમો બનાવી તુરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા તથા શનિવાર બપોરથી સતત તાણાવાણા ગુંથતાગઇકાલે રાત્ર મહત્વની કડી સાંપડી છે.

પરણીત મૃતક દલિત યુવાનની સાથે કામ કરનારા વ્યકિતઓ પૈકી ત્રણ ચારની પુછપરછ હાથ ધરતા મહત્વની કડી પોલીસને સાંપડી છે. જેથી તે કડીઓ તથા પી.એમ. રીપોર્ટ પરથી આજ રાત્રિ સુધીમાં આ પગેરૂ હત્યારા સુધી પહોંચે તેવી સંભાવના છે.

(1:44 pm IST)