Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ઠંડી મેં ગરમી કા અહેસાસ રૂ બપોરે-રાત્રે પારો ઉંચો જતા ફરી પંખા ચાલુ થયા રૂ માત્ર ગિરનાર ઉપર ૪૪ ડીગ્રી

અન્યત્ર ૧૦ થી ૧૮ ડીગ્રી તાપમાન રૂ ફકત સવારના સમયે જ હુંફાળુ હવામાન નલીયા ૮.ર, જુનાગઢ ૯.૪ ડીગ્રી

રાજકોટ, તા. ૮  રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં  ઠંડીમાં વધઘટ યથાવત છે. આજે ગિરનાર પર્વત ઉપર સૌથી નીચે લઘુતમ તાપમાન ગિરનાર પર્વતન ઉપર ૪.૪ ડિગ્રી, નલીયા ૮.ર, જુનાગઢ ૯.૪, રાજકોટમાં ૧પ.૭ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. સવારના સમયે સુર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

પોષ માસની કડકડતી ઠંડી ધીમી ગતિએ વિદાય લઇ રહી હોવાના અણસાર હવામાન વિભાગે પણ આપ્યા છે. આજે રાજ્યમાં ઠંડીનો ચમકારો કહી શકાય તેવી ઠંડી રહી હતી. જે આગામી ૨૪ કલાક સુધી યથાવત રહેશે. ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં લઘુતમ તાપમાન વધતુ જશે. મતલબ ઠંડી ઘટતી જશે.હવામાન ખાતાએ આગાહી કરતા કહ્યું છે કે આગામી ૨૪ કલાક સુધી લઘુતમ તાપમાનમાં કોઇ ફેરફાર થશે નહીં. ત્યારબાદ ૪ દિવસ સુધી સમગ્ર રાજ્યમાં ઠંડીમાં ઘટાડો થશે.

જુનાગઢ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢઃ જુનાગઢમાં આજે ૯.૪ અને ગિરનાર ખાતે ૪.૪ ડિગ્રી કાંતીલ ઠંડી રહી હતી.

રવિવારે ૯.પ ડિગ્રી ઠંડી નોંધાયા બાદ આજે સવારે જુનાગઢના તાપમાનનો પારો નીચે ઉતરીને ૯.૪ ડિગ્રીએ સ્થિર થયો હતો જેના પરિણામે આજે પણ કડકડતી ઠંડી અનુભવાઇ હતી.ગિરનાર પર્વત ખાતે પણ આજે ઠંડીનો કહેર રહ્યો હતો અઢિ ૪.૪ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૦ ટકા રહેતા ઠાર પણ અનુભાવાયો હતો સવારના પવનની પ્રતિ કલાકની ઝડપ ત્રણ કિ.મી.ની રહી હતી.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર શહેરનું લઘુતમ તાપમાન ૧૪ ડિગ્રી. મહતમ ૩૦.પ હવામાં ભેજ ૬૪ ટકા અને પનની ઝડપ પ.૬ કિ.મી. પ્રતિ કલાક રહી છે.(૯.૪)

કયાં કેટલી ઠંડી

શહેર        

લઘુત્તમ તાપમાન

ડિગ્રી

ગિરનાર પર્વત

૪.૪

,,

નલીયા

૮.૨

,,

જુનાગઢ

૯.૪

,,

અમદાવાદ

૧૨.૪

,,

ડીસા

૧૧.૫

,,

વડોદરા

૧૦.૪

,,

સુરત

૧૫.૮

,,

રાજકોટ

૧૧.૭

,,

કેશોદ

૧૧.૬

,,

ભાવનગર

૧૨.૬

,,

પોરબંદર

૧૩.૪

,,

વેરાવળ

૧૭.૪

,,

દ્વારકા

૧૬.૧

,,

ઓખા

૧૮.૬

,,

ભુજ

૧૩.૬

,,

સુરેન્દ્રનગર

૧૫.૪

''

ન્યુ કંડલા

૧૨.૬

,,

કંડલા એરપોર્ટ

૧૦.૬

,,

અમરેલી

૧૧.૦

,,

ગાંધીનગર

૯.૦

,,

મહુવા

૧૪.૩

,,

દિવ

૧૩.૦

,,

વલસાડ

૧૦.૫

,,

જામનગર

૧૪.૦

''

વલ્લભ વિદ્યાનગર

૧૩.૩

,,

(1:46 pm IST)