Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે ફોર્મ ચકાસણી રૂ કાલે ચિત્ર સ્પષ્ટ

(મકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા. ૮ રૂ જામનગર કોર્પોરેશનની ચૂંટણી માટે આજે તંત્ર દ્વારા ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જયારે કાલે ચુંટણી ચિત્ર સ્પષ્ટ થશે.

જામનગર રૂ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ૩પ૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે.

૬૪ બેઠકો માટે કુલ ૩પ૧ ઉમેદવારોએ ૪ર૭ ફોર્મ ભર્યા હતા. વોર્ડ નંબર૧ માં સૌથી વધુ ૩પ ઉમેદવારોએ ૪૩ ફોર્મ ભર્યા છે. વોર્ડ નંબર ૯ અને ૧૩માં સૌથી ઓછા ૧પ ઉમેદવારો છે. ભાજપના કુલ -૬૪ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

કોંગ્રેસના ૬૩ ઉમેદાવારોએ ફોર્મ ભર્યા છે. ૧ ફોર્મ ભરવા અંગે વાંધા અરજી કરી છે. આમ આદમી પાર્ટીના પપ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. બહુજન સમાજ પાર્ટીના ર૩ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. એનસીપીના ૧ર ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા

(1:47 pm IST)