Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

જુનાગઢના બ્રહ્મ સંમેલનના માધ્યમથી ૧૦ હજાર મહિલાઓને પગભર કરાશે

૭ મી માર્ચે યોજાનાર બ્રહ્મ સંમેલનના કાર્યાલયને ખુલ્લુ મુકતા પૂ. મુકતાનંદબાપુ

જુનાગઢ રૂ બ્રહ્મ સંમેલનના કાર્યાલયનું પૂ. મુકતાનંદબાપુના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું તે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર રૂ મુકેશ વાઘેલા, જુનાગઢ)

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ, તા. ૮રૂ જુનાગઢમાં આગામી ૭ મી માર્ચના રોજ વિરાટ બ્રહ્મ સંમેલન યોજાનાર છે. આ સંમેલનની તૈયારીના ભાગ રૂપે જુનાગઢમાં દુર્ગાસેના કાર્યાલયનું ગઇકાલે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.

આ કાર્યાલયનું ઉદ્ઘાટન અખિલ ભારત સાધુ સમાજના પ્રમુખ પૂ. મુકતાનંદજી બાપુએ કર્યુ હતું. આ પ્રસંગે ધારાસભ્ય ભીખાભાઇ જોષી તેમજ ભાવેશભાઇ રાજયગુરૂ શહેર ભાજપના પ્રમુખ પુનિતભાઇ શર્મા દુર્ગા સેનાના રૂપલબેન લાખલાણી પૂર્વમેયર આદ્યશકિતબેન મજમુધર કોર્પોરેટર શિલ્પાબેન જોશી ગીતાબેન મહેતા જુનાગઢ જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ ના પ્રમુખ કે.ડી. પંડયા તથા શહેર પ્રમુખ પ્રફુલ્લભાઇ જોષી, મુકેશ મહેતા ભરતભાઇ લખલાણી આશિષ રાવલ પી.સી. ભટ્ટ તેમજ પત્રકાર મિત્રો અતુલ મહેતા, રેનિશ મહેતા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે કાર્યક્રમના આયોજક ભાવેશભાઇ રાજયગુરૂએ જણાવ્યું હતું કે જુનાગઢના આંગણે બ્રહ્મ ચોયાર્સી કરવામાં આવશે જેનમાં ૧ લાખ ભુદેવો ઉપસ્થિત રહેશે. આ તકે ૧૦ હજાર મહિલાઓને પગભર કરવાનું લક્ષ્યાંક છે જે મહીને ૧પ હજાર કમાઇ શકે આ માટે અમદાવાદથી ૪૦ કિ.મી. દૂર એક ફેકટરી સ્થાપશે જેનું ૭ મી માર્ચે જુનાગઢમાં પૂ. મુકતાનંદબાપુના હસ્તે ભૂમિપૂજન કરાશે અંદાજે ૧ વર્ષમાં તૈયાર થનાર આ ફેકટરીમાં ટુથપેસ્ટથી લઇને ઘર વપરાશની ૧પ૦૦ જેટલી વસ્તુઓ બનશે જેનું વેચાણ ભુદેવ મહિલાઓ કરશે. આ ફેકટરીમાં યજ્ઞ કુંડ રખાશે અને ત્યા ુદેવોના વેદોના મંત્રોચ્ચાર અને આહુતિ સાથે વસ્તુઓનું ઉત્પાદન કરશે અને આમ આ પવિત્ર વસ્તુ તમારા ઘરમાં આવશે.

ગઇકાલે બ્રહ્મચોર્યાસી અને મહિલા સંમેલનના પ્રદેશ કાર્યાલયને પૂ.મુકતાનંદજી બાપુના હસ્તે ખુલ્લુ મુકવામાં આવેલ આ પ્રસંગે કાર્યક્રમના આયોજક ભાવેશભાઇ રાજયગુરૂ હસુભાઇ જોષી, સંજય પંડયા, આશિષ રાવલ મેહુલભાઇ ઉપાધ્યાય, રમેશભાઇ મહેતા, પારસજોષી સહિત બ્રહ્મસમાજના આગેવાનો મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં સાધુ સંતોમાં અખિલ ભારત સાધુ સમાજના અધ્યક્ષ પૂ. મુકતાનંદબાપુ તેમજ શ્રી પંચદશનામ જુના અખાડાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પૂ. ઇન્દ્રભારતીજી બાપુ શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિરના કોઠારી પ્રેમ સ્વરૂપદાસજી (નવા ગઢવાળા) સહિતના એ આશિર્વચન પાઠવ્યા હતા.

આજે સાંજે તા.૮ ને સોમવારના રોજ એક અગત્યની મીટીંગ જુનાગઢ એસ.ટી. કોલોની સામે મોતી બાગ રોડ ખાતે સાંજે૬ કલાકે રાખેલ છે જેમાં આગામી ૭મી માર્ચે યોજાનાર આ કાર્યક્રમ અંગે આયોજન કરાશે તો આ મીટીંગમાં બ્રહ્મસમાજની પેટા જ્ઞાતિના મહિલા મંડળો એ હાજર રહેવા આશિષ રાવલ રૂપલબેન લખલાણી રીંકલબેન મહેતા દક્ષાબેન જોષી એ જણાવ્યુ઼ છે વધુ વિગતો માટે ભાવેશભાઇ રાજયગુરૂનો મો.નં. ૯૬૬ર૩૪૭પ૧ર ઉપર સંપર્ક સાધવા અખબારી યાદીમાં જણાવ્યું છે.

(1:51 pm IST)