Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

ભાજપ-કોંગ્રેસ સહિત ભાવનગરમાં ૨૧૯ ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય

ભાવનગર તા. ૮ :. ભાવનગર કોર્પોરેશનની ૧૩ વોર્ડની ૫૨ બેઠકો માટે યોજાનાર ચૂંટણીના ઉમેદવારી પત્રોની આજે ચકાસણી કરવામા આવી રહી છે. જેમાં અત્યાર સુધીમાં ભાજપ-કોંગ્રેસ સહિત ૨૧૯ ઉમેદવારી પત્રો માન્ય રહ્યા છે.

ભાવનગરમાં આજે ઉમેદવારી પત્રો ચકાસણી દરમિયાન કુલ ૪૪૬ પૈકી ૨૧૯ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા છે. ક્યારે ૨૨૭ ફોર્મ રદ થયા છે. રદ થયેલા ઉમેદવારીપત્રકો માં ડમી ઉમેદવારો અને કોઈક ઉમેદવારે બે કે ત્રણ ફોર્મ ભર્યા હોય તેનો સમાવેશ થાય છે .આ અંગે વધુ વિગત સાંજે જાહેર કરવામાં આવશે તેમ જાણવા મળેલ છે.

(3:44 pm IST)