Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

મુંદ્રામાં ખાનગી ટ્રાવેલ્સની બસે ટકકર મારતા યુવકનું મોત

(રામ ગઢવી દ્વારા) મુંદ્રા તા.૮ : કચ્છના મુંદ્રાના બારોઇ રોડ ઉપર ખાનગી ટ્રાવેલ્સ બસે ટકકર મારતા યુવકનું મોત થતા અરેરાટી વ્યાપી ગઇ છે.

પ્રાપ્ત માહિતી મુજબ કાલે બારોઇ રોડ ઉપર આવેલ સ્વામીનારાયણ મંદિર સામે આવેલ વોરા કોલોનીમાં રહેતા ર૩ વર્ષના યુવકને બસે હડફેટે લેતા તેનું મોત નીપજયું છે.આ વિસ્તારમાં મોટા વાહનો પુરપાટ ઝડપે દોડે છે અને અકસ્માત સર્જાય છે જેથી તંત્ર દ્વારા તાત્કાલીક પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(3:43 pm IST)