Gujarati News

Gujarati News

News of Monday, 8th February 2021

અમરેલીમાં 5 હજારની લાંચ લેતા એસટી ડેપોના બે કર્મીઓ એસીબીની ટ્રેપમાં ઝડપાયા

એક માસની નોકરી લખાવવા માટે લાંચ માંગી હતી

અમરેલીમાં એસીબી દ્વારા સફળ ટ્રેક કરવામાં આવી હતી. એસીબીની આ સફળ ટ્રેપમાં અમરેલી એસટી ડેપોના બે લાંચિયા કર્મીઓ ઝડપાયા હતા. ફરિયાદના આધારે એસીબીએ છટકું ગોઠવી આરોપીઓની ઝડપી પાડ્યા હતા. એસીબીએ એસટી ડેપોના આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર અને એસટી ડ્રાઈવરની ધરપકડ કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી એસટીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. જો કે, તેની એક માસથી નોકરી નહિ આપી રજા ગણવામાં આવી હતી. જેને લઇને પોતાની નોકરી લખાવવા માટે આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી 7500 રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેમાંથી ફરિયાદીએ 2500 રૂપિયાની લાંચ આરોપીઓને આપી હતી. જ્યારે 5000 રૂપિયા પગાર થયા બાદ આપવા માટે કહ્યું હતું. જો કે, બાકી રહેતા 5000 રૂપિયા સ્વીકારતા સમયે એસીબી દ્વારા આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટરને ઝડપી પાડ્યો હતો. જ્યારે અન્ય આરોપી પર મદદ કરવાનો ગુનો નોંધ્યો હતો.

આરોપીઓમાં 1) સુરેશભાઈ ગોવિંદભાઇ ચૌહાણ, ઉ.વ. 56, આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેકટર, અમરેલી ડેપો અને 2) સુરેશભાઈ જશવંતભાઈ રાઠોડ, ઉ.વ. 46, એસટી ડાઈવર, અમરેલો ડેપો

(10:25 pm IST)