Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પરવાનગી વગર કંપનીએ પ્લાન એક્ટિવેટ કર્યો: સરકારી અધિકારીની પરવાનગી વગર કંપનીએ પ્લાન એક્ટિવેટ કર્યો હતો

ટેલીકોમ કંપનીને રૂ.5 હજાર ગ્રાહક સુરક્ષા કલ્યાણ ફંડમાં જમા કરાવવા હુકમ

સુરેન્દ્રનગર બહુમાળી ભવનમાં કાનુની માપ વિજ્ઞાન તંત્રમાં જુનીયર નીરીક્ષક તરીકે ફરજ બજાવતા એન.વી.ધરજીયા ફરજ બજાવે છે. તેઓએ 15-10-2015ના રોજ વોડાફોન ઇન્ડીયા લી કંપનીને અન્ન નાગરીક પુરવઠો અને ગ્રાહક બાબતોની કચેરી કાનુની વિજ્ઞાન માપ તંત્ર ગ્રાહક બાબતોનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

સરકારે આપેલો પ્લાન જીઓજી 101 75 સિવાયનો પ્લાન રેડડેક્સ ફેબ્રુઆરી 2020માં ઓટોમેટીક એક્ટીવેટ થઇ ગયો હતો. મૂળ રૂ.125ની મર્યાદાને સામે માસીક રૂ.999નો પ્લાન થઇ ગયો હતો.જે પ્લાન બંધ કરી મુળ પ્લાન ચાલુ કરવા કંપનીને મેઇલ કર્યો પરંતુ તે તા.31-5-22ના રોજ બદલી આપી રૂ.8080નુ બીલ આપતા એન.વી. ધરજીયાએ ગ્રાહક સુરક્ષામાં વોડાફોન કંપની સામે ફરીયાદ કરી હતી. કોર્ટે નોંધ્યુ કે મોબાઇલ પ્લાન રૂ.125નો હતો. જેને ફેરફાર કરતા પહેલા કંપનીએ અધિકારીની પરવાનગી લેવી જરૂરી હતી.
આથી જિલ્લા ગ્રાહક સુરક્ષા તકરાર નિવારણ આયોગના પ્રમુખ એસ.પી. કંસારા, સભ્ય એ.સી. પંડયા, સભ્ય એસ.જી. વાઘેલાએ વોડાફોન કંપનીને ફરીયાદીને આપેલુ રૂ.8080નુ ફેબ્રુઆરી 2020થી મે 2021નુ બીલ રદ ગણવા અને તેના બદલે જુના પ્રમાણે રૂ.125 મુજબનુ બીલ ફેબ્રુઆરી 2020 થી 2021ના સમયગાળાનુ નવેસરથી આપવા, 5 હજાર ગુજરાત ગ્રાહક કલ્યાણ ફંડમાં જમા કરાવવા હુકમ કરાયો હતો.

(12:45 am IST)