Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જામજોધપુરમાં પૂ. ભગવતચરણદાસજી સ્‍વામીનો ગુરૂવંદના મહોત્‍સવ ઉજવાયો

ધામેધામથી સંતો પધાર્યા : એક દિવસ ગામ ધુમાડાબંધ ભોજન પ્રસાદ : પૂ. જીજ્ઞેશ દાદાનો સત્‍સંગ, લોકડાયરો, રકતદાન કેમ્‍પ, સર્વરોગ નિદાન કેમ્‍પ સહિતના વિવિધ કેમ્‍પો યોજાયા : પૂ. રાધારમણ સ્‍વામીજી, પૂ. જગતપ્રસાદદાસજી સ્‍વામીની આગેવાનીમાં ધાર્મિક કાર્યક્રમો યોજાયા

(દર્શન મકવાણા દ્વારા) જામજોધપુર તા. ૮ : જામજોધપુરમાં સ્‍વામિનારાયણ મંદિરની સ્‍થાપના કરનાર અક્ષર ધામસ્‍થ સદગુરૂ શાષાી સ્‍વામી શ્રી ભગવતચરણ દાસજીની પુણ્‍ય સ્‍મૃતિમાં ગુરૂવંદના મહોત્‍સવ યોજાયો હતો. કોઠારી સ્‍વામી શ્રી હરિચરણદાસજી સ્‍વામીની અધ્‍યક્ષતામાં અને શાષાી પૂ.રાધારમણ સ્‍વામી અને પૂ.જે.પી સ્‍વામીની આગેવાની હેઠળ આ ભવ્‍ય મહોત્‍સવ ઉજવાયો હતો. જેમાં સપ્તદીનાત્‍મક શ્રીમદ ભાગવત સપ્તાહનું પૂ.નિત્‍યસ્‍વરૂપદાસજી સ્‍વામીના વ્‍યાસાસને આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં ધામેધામથી સંતો મહંતો ઉપસ્‍થિત રહ્યા હતા અને સાંખ્‍યોગી બહેનોની પણ ઉપસ્‍થિતિ રહી હતી તેમજ આ કથા શ્રવણ કરવા દેશ વિદેશથી ભાવિક ભકતજનો પધાર્યા હતા અને શહેરીજનો તથા ગ્રામ્‍યમાંથી પણ બહોળી સંખ્‍યામાં હરિભક્‍તો આવતા કથા મંડપ ટૂંકો પડ્‍યો હતો. કથા શ્રવણ કરવા આવતા તમામ શ્રોતાજનો માટે ભોજન પ્રસાદની પણᅠસુંદર વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

કથા દરમિયાન શ્રી કૃષ્‍ણ જન્‍મોત્‍સવ, રૂક્ષ્મણી વિવાહ યોજાયા હતા. રૂક્ષ્મણી વિવાહમાં જામજોધપુર શહેરના મુખ્‍યમાર્ગ પરᅠ વાજતે ગાજતે ડીજેના તાલે જાનૈયાઓ જાન લઈને આવ્‍યા હતા. આ જાનમાં આખું જામજોધપુર જોડાયું હતું. કથાના છેલ્લા દિવસે સ્‍વામિનારાયણ સંપ્રદાયના વડા પ.પૂ.ધ.ધુ.૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રસાદજી મહારાજની પણ વિશેષ ઉપસ્‍થિતિ રહી હતી. આ પ્રસંગે બાઈક રેલીનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. મંદિરના શાષાી પૂ.રાધારમણ સ્‍વામી તથા કોઠારી પૂ.જગતપ્રસાદદાસજી દ્વારા તેઓનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું. તમામ હરિભક્‍તોને રાકેશપ્રસાદજી મહારાજેᅠ રૂડા આશીર્વાદ પાઠવ્‍યા હતા. સ્‍વામિનારાયણ મંદિરે આરતી કરી મંદિરમાં બિરાજતા ઘનશ્‍યામ મહારાજના અલૌકિક અને દિવ્‍ય દર્શન કરી ધન્‍યતા અનુભવી હતી.ᅠ

આ આયોજન બદલ પૂ.રાધારમણ સ્‍વામી અને પૂ.જે.પી સ્‍વામીને અભિનંદન પાઠવ્‍યા હતા. સાંજે એક દિવસીય પૂ.જીજ્ઞેશ દાદાનો સત્‍સંગ યોજાયો હતો. જેમાં પણ બહોળી સંખ્‍યામાં લોકો ઉપસ્‍થિત રહ્યા હતા અને ત્‍યારબાદ સાંજે ગામ ધુમાડા બંધ ભોજન પ્રસાદનું આયોજન કરાયું હતું. જેમાં જામજોધપુરના તમામ ભાઈઓ બહેનોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો અને રાત્રે હાસ્‍યકલાકાર ધનશ્‍યામ લાખાણીએ હાસ્‍ય રસ પરીસ્‍યો હતો ત્‍યારબાદ લોકસાહિત્‍ય કાર કિર્તીદાન ગઢવીનો લોકડાયરોᅠ યોજાયો હતો. જેમાં માનવ મહેરામણ ઊમટી પડ્‍યું હતું તથા કથા દરમિયાન સેવા આપનાર તમામ ભાઈઓ તથા બહેનોનો મંદિરના શાષાી પુ.રાધારમણ સ્‍વામી તથા કોઠારી પૂ.જગતપ્રસાદદાસજીએ આભાર વ્‍યક્‍ત કર્યો હતો.

 

(10:37 am IST)