Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મહુવામાં ઇનોવા કાર અડફેટે આધેડનું મોત

ભાવનગર, તા.: ભાવનગર જિલ્લાના મહુવાની થોમસ સ્કૂલ નજીક ઇનોવા કાર અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટનામાં ભવાનીનગરમાં રહેતા આધેડનું મોત નીપજ્યું હતું. મહુવાના ભવાનીનગરમાં રહેતા અને થોમસ સ્કૂલમાં નોકરી કરતા આધેડ હરજીભાઈ બોધાભાઈ શિયાળ (. .૫૦) ગઈ કાલે થોમસ સ્કૂલમાં નોકરી પુરી કરી સ્કૂલ સામે રોડ પર જઈ રહ્યા હતા ત્યારે ઇનોવા કાર નં. જી.જે.૦૬ .વી.૩૨૭૧ સાથે અકસ્માત થતા હરજીભાઈને માથાના ભાગે ગંભીર ઇજા થતાં તેમને સારવાર અર્થે પ્રથમ મહુવાની હનુમંત હોસ્પિટલ અને ત્યાર બાદ ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મોત થયું હતું.

બનાવ અંગે હરજીભાઈના ભત્રીજા પ્રવીણભાઈ કરશનભાઈ શિયાળે ઇનોવા કારના ચાલક વિરુદ્ધ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(11:26 am IST)