Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

મારી કારકિર્દી અને છબી ખરડાઇ તે માટે ભાજપનું કાવતરૂ : વિમલ ચુડાસમાની પ્રતિક્રિયા

(મહેશ કાનાબાર દ્વારા) માળીયા હાટીના, તા. ૮ : ચોરવાડના વિમલભાઇ કાનજીભાઇ ચુડાસમાને માળિયાહાટીના કોર્ટે છ માસની સજા ફટકારેલ છે.

આ અંગે વિમલભાઇ ચુડાસમાએ જણાવ્‍યું છે કે, ૨૦૧૦માં હું ચોરવાડ નગરપાલિકાનો વિરોધ પક્ષનો નેતા હતો ત્‍યારે ચોરવાડ નગરપાલીકાના પ્રમુખ ભાજપના હતા અને મારી સામે ફરિયાદ કરી છે મીત વૈદ્ય ચોરવાડ ભાજપના આગેવાન રોહનભાઇના પુત્ર છે. અને હરેશ નારણભાઇ ચુડાસમા તે સંસદ સભ્‍ય રાજેશભાઇ ચુડાસમાના ભાઇ છે આ બધા ભાજપના છે અને હું કોંગ્રેસનો હોવાથી ઇરાદાપૂર્વક મારી સામે આવું ષડયંત્ર રચી મને બદનામ કરેલ છે.

મને એ વખતે કીધેલ હતું કે તમે ભાજપમાં આવી જાવ તો અમે કશુ કરશુ નહીં પણ હું કોંગ્રેસમાં જ છું જેથી મારી ઉપર હવા ખોટા કાવા દેવા કરેલ છે હાલ હું સોમનાથ વેરાવળનો કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્‍ય છું.

એટલે મારી કારકિર્દી મારી છબી ખરડાઇ એના માટેનું આ ભાજપનું કાવતરું છે તેમ ધારાસભ્‍ય વિમલ ચુડાસમાએ જણાવેલ છે

(11:44 am IST)