Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જસદણ પોલીસે દોઢ વર્ષ મા ઝડપૅલ રૂ.૪૬.૪૫ લાખના વિદેશી દારૂ-બીયર પર બુલડોઝર ફેરવ્‍યું

જસદણ : તાલુકા પોલીસ મથક હેઠળ આવતા આટકોટ, ભાડલા, વિંછીયા અને જસદણ શહેર મળી કુલ ચાર પોલીસ સ્‍ટેશનમાં દોઢેક વર્ષ દરમિયાન ઝડપાયેલો વિદેશી દારૂનો નાશ કરવામાં આવ્‍યો હતો. જેમાં જસદણ પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ ૬૧૬૧ નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.૧૪,૨૮,૧૬૦ અને આટકોટ પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ ૫૪૧૦ નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.૧૨,૮૧,૮૫૦ તથા ભાડલા પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ ૨૬૪ નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.૬૬,૧૨૫ તેમજ વિંછીયા પોલીસ સ્‍ટેશનમાં પકડાયેલ ૫૨૫૫ નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.૧૮,૬૯,૭૪૦ મળી કુલ ૧૭,૦૯૦ નાશપાત્ર દારૂની બોટલો કિંમત રૂ.૪૬,૪૫,૮૭૫ની કિંમતના વિદેશી દારૂ-બીયરના જથ્‍થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્‍યું હતું. જસદણના વિંછીયા રોડ પર આવેલ બંધ રેલ્‍વે સ્‍ટેશનની ખરાબાની ખુલ્લી જગ્‍યામાં વિદેશી દારૂની પેટીઓ ખુલ્લી કરી ગોઠવવામાં આવી હતી અને ત્‍યારબાદ અધિકારીઓની હાજરીમાં દારૂની બોટલો પર બુલડોઝર ફેરવી દેવાયું હતું. જેમાં જસદણ પ્રાંત અધિકારી રાજેશ આલ, ડીવાયએસપી કે.જી.ઝાલા, મામલતદાર, નશાબંધી અધિકારી, જસદણ પોલીસ સ્‍ટેશનના પીઆઈ ટી.બી.જાની તેમજ પોલીસ સ્‍ટાફ ઉપસ્‍થિત રહ્યો હતો.(તસ્‍વીર-અહેવાલ : નરેશ ચોહલીયા જસદણ)

(1:01 pm IST)