Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જુનાગઢમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મસમાજ દ્વારા બ્રહ્મ ગૌરવ પિતા-પુત્રનું સન્‍માન

જૂનાગઢ : સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ જૂનાગઢ જિલ્લા ના કમિટી મેમ્‍બર વિનુભાઈ જોશી અકિલા બ્‍યુરો ચીફ તેમજ સમાજની સેવા માટે હંમેશા તત્‍પર રહેતા વિનુભાઈ જોષી તેમજ તેના પુત્ર વિરલ જોષી  જે ન્‍યૂઝીલેન્‍ડ  સ્‍થાયી  થયેલ છે તે એક માસ માટે જુનાગઢ આવતા પિતા પુત્ર બંને એ બ્રહ્મ સમાજ નું ગૌરવ વધારતા તે પિતા પુત્ર નું સન્‍માન સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવેલ જેમાં સૌરાષ્‍ટ્ર કચ્‍છ સમસ્‍ત બ્રહ્મ સમાજના જુનાગઢ જિલ્લા પ્રમુખ કે ડી પંડ્‍યા, ટ્રસ્‍ટી હસુભાઈ જોષી,  પૂર્વ પ્રમુખ છેલભાઈ જોષી,  પ્રવક્‍તા શૈલેષ પંડ્‍યા, જુનાગઢ શહેર મહિલા પાંખના પ્રમુખ આરતીબેન જોશી, મંત્રી દક્ષાબેન જોષી, મંત્રી રવિભાઈ ઠાકર, મંત્રી આશિષભાઈ રાવલ વગેરે  સૌરાષ્‍ટ્ર કચ્‍છ બ્રહ્મ સમાજના તમામ હોદ્દેદારો એ પિતા પુત્રને શુભેચ્‍છા આપી સન્‍માનિત કરેલ છે. (તસ્‍વીર-મુકેશ વાઘેલા, જૂનાગઢ)

(1:07 pm IST)