Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

અમરેલીના વાઘવડીની સીમમાં વિજ કરંટ લાગતા મોત

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા.૮ : ધારી તાલુકાના વાઘવડી ગામની સીમમાં સવજીભાઇ નાનજીભાઇ ઠુંમ્‍મરની વાડીએ છતડીયા ગામના રમેશભાઇ હીરાભાઇ  બાંભણીયા ઉ.વ.પપ સવારે ૭ વાગ્‍યે પાણી વાળવા જતા મોટરનું સ્‍ટાર્ટર રાખવાની ઓરડીમાં ફયુઝ સાથે વિજ કરંટ લાગવાથી મૃત્‍યુ નીપજયાનું ઉદયભાઇ રમેશભાઇ બાંભણીયાએ ચલાવવા પોલીસ મથકમાંજાહેર કરેલ છે.

માર માર્યો

રાજુલા તાલુકાના જીંજકા ગામે ડુંગર ગામના અમીરશા મેહબુબાશા પઠાણ ઉ.વ.ર૪ તેમજ સમીરભાઇને પ્રવિણસિંહ જગદીશસિંહ, મનોજસિંહ જગદીશસિંહ વાળાએ લાકડી વડે માર મારી ઇજા કરી મનદીપસિંહ મજબુતસિંહ વાળાએ ગાળો બોલી ધમકી આપ્‍યાની ડુંગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ધમકી

રાજુલાના ચારોડીયા જવાના રસ્‍તે ચંપુભાઇ ધાખડાની વાડી પાસે હનુભાઇ અમરૂભાઇ ખુમાણ (ઉ.વ.પ૯)એ પોતાની વાડીના રસ્‍તે જીલુ આપાભાઇ ધાખડાને ચલાવી ના પાડતા મનદુખ રાખી બપોરના બાઇક લઇ વાડીએ જતા હતા. ત્‍યારે રસ્‍તામાં બાઇક ઉભુ રખાવી ચંપુભાઇ આપાભાઇ, જીલુ આપાભાઇ ધાખડાએ ત્રિકમના હાથા વડે માર મારી ઇજા કરી ધમકી આપી બીજા બે અજાણ્‍યા શખ્‍સો મારવા  દોડયાની રાજુલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ચોરી

બાબરાના ખંભાળા અને સીરવાણીયા ગામે બે પવનચકકીના થાંભલા દરવાજા તોડી અંદર પ્રવેશ કરી તા.રપ-૧ થી તા.ર૮-૧ દરમિયાન કોઇ શખ્‍સ ૮૮ મીટર કોપર વાયર રૂા.૧,૪૪,૮૦૦ની કિંમતનો ચોરી કરી ગયાની  જસદણરહેતા ગોપાલભાઇ રામસુરતભાઇ તીવારીએ બાબરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

(1:07 pm IST)