Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સાવરકુંડલા : ‘‘ગાંધી ગોડસે એક યુધ્‍ધ ફિલ્‍મ નીહાળ્‍યુ

સાવરકુંડલા : ગાંધી ગોડસે - એક યુધ્‍ધ પિક્‍ચર ગાંધીજીનું પાત્ર ભજવતા મુખ્‍ય કલાકાર  દિપકભાઈ અંતાણી સાથે સિટી ગોલ્‍ડ સિનેમા સેટેલાઇટમાં જોવાનો મોકો મળ્‍યો. પિકચર પુરૂ થયા બાદ સીટી ગોલ્‍ડ સિનેમાજ દિપકભાઈ અંતાણીનું  સન્‍માન કરવામાં આવ્‍યું. સાથે મારા પરમ મિત્ર  ભવ્‍ય શાહ કે જેઓ હાઉસ ઓફ ચેરિટી ગ્રૂપનાં ચેરમેન છે તેઓ પણ હતા તેમજ ગાંધીજીનું પાત્ર ભજવતા દિપકભાઈ અંતાણીનો પરિવાર પણ હતો સૌને મળીને આનંદ થયો જેમા દિપકભાઈ અંતાણીએ ગાંધીનું પાત્ર આબેહૂબ અદ્દભુત રિતે ભજવેલ છે. ગાંધી અને ગોડસેની અલગ અલગ વિચારધારા છે.પણ પિકચરમાં વાર્તા પ્રમાણે જયારે તેઓ સાથે જેલમાં રહી અહિંસા અને હિંસા વચ્‍ચેની ચર્ચા કરે છે. ગાંધીજી દેશહિતમાં તેમણે શું કર્યું અને તેઓ શું કરવા માંગે છે તે તેઓ શાંતિથી સમજાવે છે. ગોડસે પણ ધીમે ધીમે સમજવાનો પ્રયત્‍ન કરે છે. છેલ્લે ગાંધીજી પર હુમલો થાય છે.અને ગોડસે ને તેમને બચાવતા બતાવ્‍યા છે. ખરેખર ગાંધી અને ગોડસે ને સમજવા માટે આ પિકચર અવશ્‍ય જોવું જોઈએ ઘણા સમય પછી એક અદ્દભૂત સમજદારી,શાંતી અને દેશપ્રેમની ઠસોઠસ ભાવનાથી ભરેલું પિક્‍ચર જોયું તેમ ડૉ. મહેબુબ કુરેશી વર્લ્‍ડ રેકોર્ડ હોલ્‍ડર ઇન્‍ટરનેશનલ યોગ એક્‍સપર્ટ પ્રેસિડેન્‍ટ ગુજરાત સિપાહી શિક્ષણ સમાજ ઓર્ગેનાઇજેશનએ જણાવ્‍યું છે. (તસ્‍વીર-અહેવાલ : ઇકબાલ  ગોરી- સાવકુંડલા)

(1:09 pm IST)