Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સાવરકુંડલામાં ગોડાઉનમાં આગ લાગતા લાખો રૂપિયાના ફટાકડા ભસ્‍મીભૂત

 

(દિપક પાંધી-ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા. ૮ :   સાવરકુંડલા મહુવા રોડ ઉપર સ્‍વામિનારાયણ મંદિર સામે આવેલા ફટાકડાના ગોડાઉનમાં ગઈકાલે રાત્રિના નવ વાગે એકાએક ભયંકર વિસ્‍ફોટ સાથે ભારે મોટી આગ લાગતા આસપાસના ૫૦૦ થી ૧૦૦૦ મીટર વિસ્‍તારના ૧૦ જેટલા મકાનોમાં જોરદાર ધડાકાથી કાચ તૂટી ગયા હતા, ધડાકા એટલા જોરદાર હતા કે લોકો ભૂકંપ આવ્‍યાનું સમજી ઘર બહાર દોડી ગયા હતા આગની ઘટનાની જાણ થતાં પાલિકાના બે ફાઈટરો  બે જેસીબી બે જેટિંગ મશીન, બે ટેન્‍કર   વડે આગને કાબુમાં લેવા પ્રયત્‍નો હાથ ધરવામાં આવ્‍યા હતા મંદિર સામે આવેલા ફટાકડાના ગોડાઉનમાં આગ એટલી વિકરાળ હતીકે

સમગ્ર વિસ્‍તારઆગથી ધ્રૂજી ઉઠ્‍યો હતો આગની જ્‍વાળાઓ  દૂરથી પણ જોઈ શકાતી હતી આગ લાગવાનું કારણ જાણવા મળ્‍યું નથી પોલીસમાં આગ અંગે બપોર બાદ  જાણવાજોગ નોંધ પડશે તેવું ફરજ પરના પી.એસ.ઓ. જણાવ્‍યું હતું.

 મામલતદાર તથા સ્‍ટાફ સી ટી પી આઈ સોની. સીટી પી એસ આઈ. પોલીસ જમાદાર અમનભાઈ કાજી.તેમજ પોલીસ સ્‍ટાફ. અમરેલી જિલ્લા ફાયર ઓફિસર એસ.સી.ગઢવી. નગરપાલિકા ના પ્રમુખ પતિ રાજુભાઇ દોશી. ઉપપ્રમુખ જયસુખભાઈ નકરાણી. શહેર ભાજપ પ્રમુખ પ્રવીણ ભાઈ સાવજ.મહામંત્રી રાજુ ભાઈ નાગ્રેચા સહિત શહેર ભાજપ ની ટિમ  નગર સેવક મેહુલ ત્રિવેદી.નસીરભાઈ ચૌહાણ સોહિલ શેખ રમેશભાઈ રાજેભાઈ ચૌહાણ રાનેરા.સુન્ની મુસ્‍લિમ જમાતના પ્રમુખ ઈરફાનકુરેશી. ઉસ્‍માન પઠાણ વિગેરે સેવાભાવીઓ એ ઘટના સ્‍થળે દોડી જઇ આગ ને કાબુ માં લેવા જહેમત ઉઠાવી રહ્યા હતા.

આ આગ કેમ અને કેવી રીતે લાગી તેની તપાસ કરવા માં આવી રહી છે હાલ આ આગ કેવી રીતે અને કે કેમ  લાગી તે દિશા માં તપાસ થઈ રહી છે

(1:10 pm IST)