Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જામનગરમાં ઇંડા કરીનો નાસ્‍તાનો ઓર્ડર આપવા અને પાન મસાલો ખાવા બાબતે બઘડાટી : બે શખ્‍સોને ઇજા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૮: અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં દિવ્‍યરાજસિંહ રવિરાજસિંહ જાડેજા, ઉ.વ.ર૭, રે. ગાંધીનગર, મેહુલપાર્ક, શેરી નં.ર, શિવમ કોલોની બાજુમાં વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, રામેશ્‍વર ચોકમાં ફરીયાદી દિવ્‍યરાજસિંહ પોતાની ઈંડાકરીની રેકડી એ વેપાર ધંધો કરતા હોય તે દરમ્‍યાન આરોપી ધનરાજસિંહ નવલસિંહ પરમાર એ ફરીયાદી દિવ્‍યરાજસિંહની રેકડીએ આવી ફરીયાદીને કહેલ કે મારો ઓર્ડર લઈ લેજો તેમ કહેતા ફરીયાદી દિવ્‍યરાજસિંહએ કહેલ કે પહેલા આવેલ ગ્રાહકો ને જમવાનું આપીને પછી તમારો વારો આવશે તેમ કહેતા આરોપી ધનજરાજસિંહએ ફરીયાદી દિવ્‍યરાજસિંહને ગાળો બોલી લાકડાના ધોકા વડે એક ઘા માથાના ભાગે જમણી સાઈડમાં મારેલ અને બીજો ઘા જમણા હાથમા ખંભાની નીચેના ભાગે મારી શરીરે મુંઢ ઈજા પહોંચાડી ગુનો કરેલ છે.

અહીં સીટી સી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં જીતુભા વકતાજી જાડેજા, ઉ.વ.ર૭, રે. અંધાશ્રમ આવાસ બ્‍લોક નં.૮ર, રૂમ નં.૧૦ વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી જીતુભાના ઘરથી નજીકમાં આવેલા ચોકમાં રાજભાની પાન મસાલાની કેબીને મસાલો ખાવા માટે જતા કેબીન બંધ હોય અને ત્‍યાં આરોપી મુકેશભાઈ વિજયભાઈ થાપલીયા ત્‍યાં હાજર હોય અને મસાલો બનાવતા હોય જેથી ફરીયાદી જીતુભાએ આરોપી મુકેશભાઈ પાસે મસાલો માંગતા તે ઉશ્‍કેરાઈ જતા ફરીયાદી જીતુભા ઉપર લોખંડના પાઈપ તથા છરી તથા તલવાર વડે આરોપી મુકેશ તથા ત્રણ અજાણ્‍યા ઈસમોએ જીવલેણ હુમલો કરી ફરીયાદી જીતુભાના માથામા ઈજાઓ કરી તથા ડાબા હાથની ટચલી આંગળીની બાજુની આંગળીમા ફેકચર કરી ઢીકાપાટુનો માર મારી ઈજાઓ પહોંચાડી ફરીયાદી જીતુભાને મારી નાખવાનો પ્રયત્‍ન કરી ગુનો કરેલ છે.

પટેલ કોલોનીમાંથી મોટરસાયકલ ચોરી

અહીં સીટી બી ડિવીઝન પોલીસ સ્‍ટેશનમાં હિનેશભાઈ નવલભાઈ ગોહીલ, ઉ.વ.૪૮, રે. પટેલ કોલોની શેરીનં.૭/એ રોડ નં.પ ગુંજન એપાર્ટમેન્‍ટ, એ/ર વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, પોતાના એપાર્ટમેન્‍ટના પાર્કિંગમાં ફરીયાદી હિનેશભાઈ હિરો કંપનીનું સ્‍પેલન્‍ડર પ્‍લસ કાળા કલરનું મોટરસાયકલ જેના રજી.નં. જી.જે.૧૦-એ.આર.-૮ર૧૭ જેની કિંમત રૂ.૩૦,૦૦૦/- નું પાર્ક કરેલ હતું કોઈ અજાણ્‍યા ચોર ઈસમે ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

સોલાર પ્‍લાન્‍ટમાં નુકશાન

લાલપુર પોલીસ સ્‍ટેશનમાં શાંન્‍તનુ વિનોદબિહારી દેય, ઉ.વ.૩૭, રે. રામનાથ પ્‍લોટ, શ્રીજી રેસીડેન્‍સી ફલેટ નં.૩૦૩, જામખંભાળીયા વાળા એ ફરીયાદ નોંધાવી છે કે, સોલાર પ્‍લાન્‍ટ હરીપર ગામે જામનગર રોડની સાઈડમાં આવેલ હોય એલ.એન્‍ડ.ટી. લીમીટેડના સોલાર પ્‍લાન્‍ટ સોલાર પેનેલ બ્‍લોક નં.૧ તથા ૩ માં આવેલ જેમા બ્‍લોક નં.૧ ની અંદર કુલ ૧૧ પ્‍લેટમા તથા બ્‍લોક નં.૩ મા ૩૮ પ્‍લેટ માં જે મળી કુલ સોલાર પ્‍લેટો નંગ ૪૯ માં પથ્‍થર મારવાથી નુકશાન થયેલ હોય જે મળી કુલ ૪૯ પ્‍લેટો મા નુકશાન થયેલ જેની એક સોલાર પ્‍લેટની કિંમત રૂ.૧૧૪૬૬/- લેખે કુલ ૪૯ સોલાર પ્‍લેટ મળી કુલ રૂપિયા પ૬૧૮૪૮/- અંકે રૂપિયા પાંચ લાખ એકસઠ હજાર આઠસો અડતાલીસ પુરાનું કોઈ અજાણ્‍યો ચોર ઈસમ દ્વારા પથ્‍થર મારી કોઈપણ કારણોસર નુકશાન કરી ગુનો કરેલ છે.

બાંહેધરી આપી અન્‍યના નામે દસ્‍તાવેજ કરી આપ્‍યાની રાવ

પંચ બી પોલીસ સ્‍ટેશનમાં શૈલેષભાઈ હંસરાજભાઈ નડીયાપરા, ઉ.વ.પર, રે. સ્‍વામીનારાયણનગર શેરી નં.૮, સ્‍મશાન પાછળ, જામનગરવાળા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી વિરજીભાઈ રામજીભાઈ કટેશીયાની ખીમલીયા ગામે રેવન્‍યુ સર્વે નં.ર૬ પૈકી ૪ જુના સર્વે નં.૧પ૪ પૈકી ૧ પાદરડુ તરીકે ઓળખાતી ખેતીની જમીન જેનું ક્ષેત્રફળ ૦-૭૭-૯૯ હે.આરે.ચો.મીટર ની પ વિઘા જમીન આવેલ હોય જે જમીનનો સોદો આ કામેના ફરીયાદી સાથે રૂપિયા ૧ર લાખમા કરી અને તા.૧ર-૭-ર૦રર ના રોજ રજીસ્‍ટર કચેરીમાં રજીસ્‍ટર કરાર કરી આપેલ અને છ માસમાં જમીન સોદાની બાકી રકમ ચુકતે આપી ફરીયાદી શૈલેષભાઈને રજીસ્‍ટર દસ્‍તાવેજ કરી આપવાની લેખીત બાહેધરી આપેલ અને આ દરમ્‍યાન આરોપી વિરજીભાઈએ ફરીયાદી શૈલેષભાઈની જાણ બહાર મુદત પહેલા તા.૯-૯-ર૦રર ના રોજ અન્‍ય વ્‍યકિતને આ જમીનનો વેચાણ દસ્‍તાવેજ કરી આપી ફરીયાદી શૈલેષભાઈ તથા સાહેદ આરોપી વિરજીભાઈના ગામે જતા આરોપી વિરજીભાઈએ તેઓને ફરી પાછા અહી આવશો તો જીવતા જશો નહી તેવી મારી નાખવાની ધમકી આપી અને ફરીયાદી શૈલેષભાઈને આરોપી વિરજીભાઈએ લીધેલ રકમ પરત ન આપી તથા દસ્‍તાવેજ નહી કરી આપી તેઓ સાથે વિશ્‍વાસઘાત છેતરપીંડી કરી ગુનો કરેલ છે.

પટણીવાડમાં આંકડા લખતો ઝડપાયો

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. શૈલેષભાઈ કાંતીલાલ ઠાકરીયા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર પટણીવાડ, એસ.કે.રેસ્‍ટોરેન્‍ટ પાસે આરોપી સદામભાઈ અસગરભાઈ શેખ, આમીરભાઈ સલીમભાઈ સમા એ વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧,ર૬૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં સીટી એ પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. યોગેન્‍દ્રસિંહ નીરૂભા સોઢા એ ફરીયાદ નોંધાવી છે કે, કાલાવડ નાકા બહાર મોટાપીરના ચોકમાં આરોપી ફૈજલભાઈ હશનભાઈ લાઈજી એ વર્લીમટકના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૪૪૦/- ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

અહીં પંચ બી પોલીસ સ્‍ટેશનમાં કોન્‍સ. મહાવીરસિંહ વનરાજસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી દિવ્‍યેશ ગીરીશભાઈ ડોબરીયા એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર ભારતીય બનાવટની વિદેશી દારૂની બોટલ નંગ-૧, કિંમત  રૂ.પ૦૦/- સાથે ઝડપાઈ ગયેલ છે.

છાતીમાં દુઃખાવો ઉપડતા યુવાનનું મોત

અલીયા ગામે રહેતા ભરતભાઈ રાયમલભાઈ મકવાણા, ઉ.વ.૩૮ વાળા એ પંચ ભએભ પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, કેશુભાઈ મુળુભાઈ મકવાણા, ઉ.વ.૪પ, વાળાને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવાર માટે ગયેલ હોય ત્‍યાં મૃત્‍યુ પામેલ છે.

હાર્ટએટેક આવતા યુવાનનું મોત

પંજાબ રાજયના ગુર્દાસપુર જિલ્લાના બટાલા તાલુકાના મીકેઈ ગામે રહેતા બલજીત ઉર્ફે બીટુ તરસેમશીંઘ ધર્શનસીંઘ, ઉ.વ.૪૦ વાળાએ મેઘપર પોલીસ સ્‍ટેશનમાં જાહેર કરેલ છે કે, મરણજનાર સુખવિંદરસીંઘ સુરતાસીંઘ, ઉ.વ.૪૦, રે. અઠવાલ ગામ, તા.બાબા બકાલા, જિ.અમૃતસર, રાજય પંજાબવાળા તા.૬-ર-ર૦ર૩ના રોજ રાત્રીના આશરે સાડા દશેક વાગ્‍યે વાળુ પાણી કરીને પોતે ચલાવતા ટ્રક ટેન્‍કર જેના રજી.નં. જી.જે.૦૬-એ.વી.-પ૦પ૧માં સુઈ રહેલ હતા અને બાદ સવારે સાડા આઠેક વાગ્‍યે સાથેના અન્‍ય ડ્રાઈવરે તેઓને ઉઠાડતા ઉઠેલ નહી અને બેભાન અવસ્‍થામા હોય જેની કોઈ કારણસર હાર્ટએટેક આવતા મૃત્‍યુ પામેલ છે

 

(1:14 pm IST)