Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

કેશોદના સોંદરડા રોડ પર ધુમ્‍મસનાં કારણે કાર ઝાડ સાથે અથડાઇ

કેશોદ : કેશોદ પંથકમાં ં ધુમ્‍મસ છવાતાં વાહનચાલકો હેરાનપરેશાન થઈ રહ્યાં છે. ત્‍યારે વહેલી સવારે ધુમ્‍મસને લઈને કેશોદના સોંદરડા નજીક વેરાવળ તરફથી આવતી ફોરવ્‍હીલ કાર નાં ચાલકે સ્‍ટેરીંગ પરથી કાબુ ગુમાવતા પુરપાટ ઝડપે ઝાડ સાથે અથડાતાં અકસ્‍માત સર્જાયો હતો. સોંદરડા ઉધોગનગર વિસ્‍તારમાં આસપાસના શ્રમિકો દોડી આવ્‍યા હતાં. વહેલી સવારે આકસ્‍મિક ઘટના બનતાં રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર ઓછી હોય ગંભીર ઘટના બનતી અટકી ગઈ હતી.

(1:15 pm IST)