Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પોરબંદરમાં મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા બાળકીઓને સુરક્ષા સેતુ અંગે કરાટે તાલીમ વર્ગ યોજાયો

પોરબંદર, તા., ૮ : મહિલા પોલીસ સ્‍ટેશન દ્વારા બાળકીઓને સુરક્ષા સેતુ અંગે કરાટે તાલીમ તથા અવરનેશ કાર્યક્રમ યોજાયો હતો.

જીલ્લાના પોલીસ અધિક્ષક શ્રી ડો.રવી મોહન સૈની તથા શહેરના ડીવાયએસપી શ્રી નિલમ ગોસ્‍વામીના માર્ગદર્શન અને સુચના મુજબ પો.ઇન્‍સ. આર.એમ.રાઠોડ મહીલા પો.સ્‍ટે.નાઓ તથા સ્‍ટાફ દ્વારા વી.જે.મોઢા કોલેજ ખાતે ગુડ ટચ બેડ ટચ અને ટ્રાફીક અવરનેશ અંગે તેમજ હેલ્‍મેટ પહેરવા બાબતે તેમજ કાયદાકીય સલાહ અંગે તેમજ મહિલા અભિયમ ૧૮૧ હેલ્‍પ લાઇન બાબતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્‍યું.

વસંતજી ખેરાજ ઠકરાર મેમોરીયલ સ્‍ુકલ તથા તળપદ પે સેન્‍ટર સ્‍કુલ ખાતે સુરક્ષા સેતુ અંતર્ગત મહિલાઓ માટે બેઝીક-એડવાન્‍સ સ્‍વરક્ષણ કરાટે  તાલીમ અંગેનું આયોજન કરેલ જેમાં બાળકીઓને સેલ્‍ફ ડીફેન્‍સ કરાટે તાલીમ એક્ષ્ટ્રીમ માર્શલ આર્ટસ એન્‍ડ ફીટનેશ એકેડેમી પોરબંદર નાઓના ઇસ્‍ટ્રેકટરો દ્વારા આપવામાં આવી પોરબંદર જીલ્‍લાના પોલીસ અધિક્ષકના કુશળ નેતૃત્‍વમાં કરાટે ટ્રેનીંગ આયોજન કરવામાં આવ્‍યું તેમજ બાળકીઓને ૧૮૧ હેલ્‍પ લાઇન બાબતે તેમજ છેડતી મહિલા અત્‍યાચારને લગતી તમામ સમસ્‍યા અંગે કાયદાકીય માહીતી તેમજ કાનુની સહાય અને રક્ષણ કેવી રીતે મેળવી શકાય ? તે માહીતી આપવામાં આવી હતી.

(1:15 pm IST)