Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જૂનાગઢના બાંટવાથી ૪ મહિનાથી ફરાર આરોપીને ઝડપી લેતી પેરોલ ફર્લો સ્‍કોડ

(ીવનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા.૮ :  જૂનાગઢ રેન્‍જ પોલીસ મહાનિરીક્ષક  મયંકસિંહની સુચના તેમર્જં પોલીસ અધીક્ષક  રવીતેજા વાસમશેટ્ટીની સુચના તથા માર્ગદર્શન  હેઠળ જિલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થા જળવાઈ રહે તે હેતુ સારૂ ગુન્‍હાના કામે ના નાસતા ફરતા આરોપીઓ તેમજ જેલ ફરારી આરોપીઓને શોધી કાઢવા ખાસ પેરોલ ફર્લૉ સ્‍કોડને તેમજ જીલ્લા પોલીસ તંત્રને સદરહુ કામગીરી અસરકારક કરવા જરૂરી સુચના આપેલ હોય જે અન્‍વયે ક્રાઈમ બ્રાન્‍ચ ના પો.ઈન્‍સ જે.એચ. સિંધવ, તથા જે.જે. ગઢવીના માર્ગદર્શન અને સુચના મુજબ પેરોલ ફલો સ્‍કોડના પી.એસ.આઈ વી.કે.ઉંજીયા,  એ.એસ.આઈ ઉમેશભાઈ વેગડા, પો.હેડ કોન્‍સ. સંજયભાઈ વઘેરા, પો.કોન્‍સ દિનેશભાઇ છૈયા, પો કોન્‍સ જયેશભાઈ બામણીયા તથા બાંટવા પો.સ્‍ટે.ના પો કોન્‍સ સોમાતસિંહ ભીખાભાઈ, ડ્રા પો કોન્‍સ હરેશભાઈ ખાખરા એ રીતે નાઓની ટીમદ્રારા જૂનાગઢ જીલ્લામાં જુદા જુદા  પોલીસ સ્‍ટેશનોમાં ગુન્‍હાના કામે નાસતા ફરતા આરોપી ઓ તથા જેલ ફરારી આરોપીઓ ને પકડવા સારૂ બાંટવા શહેર વિસ્‍તાર મા પેટ્રોલીંગ માં હતા ત્‍યારે બાતમી રાહે હકિકત મળેલ કે રાજકોટ જેલ માંથી પેરોલ રજા મેળવી ફરાર આરોપી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ મા સજા ભોગવતા સી.આર.પી.સી.૧૨૫ પાકા કામના કેદી નરેન્‍દ્રભાઈ ઉર્ફે સંજયભાઈ મૂળજીભાઈ ચાવડા ઊ.વ.૩૭ રહે.કેશોદ જી.જુનાગઢ ૨/૧૧/૨૦૨૨ના રોજ મુદત પૂર્ણ થયે જેલ હાજર થવાનુ હતું પરંતુ હાજર ન થઈ પોતાની મેળે બારોબાર ફરાર થઈ ગયેલ હોય મજકુર આરોપી પોલીસની પકડથી નાસતો ફરતો હોય અને તે  વાળા અત્‍યારે બાંટવા વણકર વાસ વિસ્‍તારમા છે તેવી હકીકત મળતા ઉકત જગ્‍યા એ જઇ વોચ તપાસ મા રહેતાં મજકુર આરોપી ત્‍યાથી મળી આવતા તેઓનુ નામ ઠામ પુછતા પોતાનુ નામ સંજયભાઈ મૂળજીભાઈ ચાવડા ઊ.વ.૩૭ રહે.કેશોદ  બતાવતો હોય મજકુર આરોપી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ નો ફરાર કેદી હોવાની કબૂલાત કરતો હોય તેઓને હસ્‍તગત કરી આગળની કાર્યવાહી કરવા સારૂ જુનાગઢ જિલ્લા જેલ ખાતે સોપી આપવામાં આવેલ છે

(1:44 pm IST)