Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પોરબંદર જીલ્લાને વધુ એક ધન્‍વંતરી આરોગ્‍યરથની ફાળવણીઃ કુતિયાણામાંથી રથનું પ્રસ્‍થાન

પોરબંદર, તા., ૮: ગુજરાત સરકાર દ્વારા પોરબંદર જિલ્લાને વધુ એક ધન્‍વંતરી આરોગ્‍ય રથ ફાળવવામાં આવ્‍યો છે.

જીલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરાએ લીલીઝંડી આપીને કુતિયાણાના શ્રમીકોના સારા આરોગ્‍ય માટે રથને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું.  ગુજરાત સરકાર દ્વારા પોરબંદર જીલ્લાને વધુ એક ધન્‍વંતરી આરોગ્‍ય રથ ફાળવવામાં આવ્‍યો છે. ગુજરાત મકાન અને અન્‍ય બાંધકામ શ્રમયોગી કલ્‍યાણ બોર્ડ પોરબંદર હસ્‍તકના ધન્‍વંતરી આરોગ્‍ય રથને જીલ્લા પંચાયત ખાતે જીલ્લા પંચાયતના પ્રમુખ મંજુબેન કારાવદરા, જીલ્‍લા વિકાસ અધિકારી નીનામા, જીલ્લા આરોગ્‍ય અધિકારી, પ્રો.મેનેજર મગનભાઇ મકવાણા સહીતે ઉપસ્‍થિત રહીને ધન્‍વંતરી રથને લીલીઝંડી આપીને કુતિયાણાના તાલુકાના શ્રમીકોના સારા આરોગ્‍ય માટે રથને પ્રસ્‍થાન કરાવ્‍યું હતું. આ અગાઉ પોરબંદર જીલ્લામાં બાંધકામ શ્રમયોગીનું સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારી માટે એક ધન્‍વંતરી આરોગ્‍ય રથ હતો. હવે કુલ બે રથ કાર્યરત થયા છે. આ નવો રથ દ્વારા કુતિયાણા તાલુકામાંથી સેવા શરૂ થશે.

આરોગ્‍ય તપાસણીની સાથે સાથે ધન્‍વંતરી આરોગ્‍ય રથમાં બાંધકામ શ્રમીકોને ઇ-શ્રમ કાર્ડ, ઇ-નિર્માણ કાર્ડ પણ કાઢી આપવામાં આવશે. ધન્‍વંતરી આરોગ્‍ય રથમાં એક મેડીકલ ઓફીસર, એક પેરામેડીકલ સ્‍ટાફ, એક લેબ ટેકનીશીયન એક લેબર કાઉન્‍સીલર અને ડ્રાઇવર મળી કુલ પાંચ સ્‍ટાફ હશે. ધન્‍વંતરી આરોગ્‍ય રથનો ઉદેશ્‍ય બાંધકામ શ્રમયોગીનું સ્‍વાસ્‍થ્‍ય અને સુખાકારી જળવાય તે માટેનું છે.

(1:21 pm IST)