Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

પોરબંદર ચોપાટી મેદાનમાં રામદેવજી પ્રભુના મંદિરે વૃધ્‍ધજનોને જવા માટે વૈકલ્‍પિક રસ્‍તો ચાલુ કરવા કલેકટરને રજુઆત

મંદિરમાં રાખેલી વ્‍હીલચેર મેદાનમાં રેતીને કારણે ચાલતી નથી : મેદાનના દરવાજાને તંત્ર દ્વારા તાળા

પોરબંદર,તા. ૮ :  કોંગ્રેસ પાર્ટી દવારા ચોપાટી ગ્રાઉન્‍ડ ખાતે રામદેવજી પ્રભુ ના મંદિરે જવા માટે વૈકલ્‍પિક રસ્‍તો ચાલુ કરવા માંગ  જિલ્લા કલેકટર  ને આવેદનપત્ર પાઠવવામાં આવ્‍યું હતું.

 પોરબંદર કોંગ્રેસના સિનિયર આગેવાન માન રામદેવભાઈ મોઢવાડિયા સાહેબને મંદિરના દર્શનાર્થી દ્વારા ટેલીફોનિક જાણ થતા તાત્‍કાલિક રામદેવજી મંદિર ની મુલાકાત લીધી હતી અને ચોપાટી ગ્રાઉન્‍ડ ખાતે આવેલ રામદેવજી પ્રભુના મંદિર ના વળદ્ધોને જવા માટે જે વૈકલ્‍પિક વ્‍યવસ્‍થાની કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી હતી તંત્ર દ્વારા એવું જણાવવામાં આવ્‍યું હતું કે આ મંદિર માટે વીલ ચેર રાખવામાં આવી છે પરંતુ વીલ ચેર રેતીનો ભાગ હોય તો વીલ ચેર કોઈ પણ જાતનો ઉપયોગમા આવતું નથી

તંત્ર દ્વારા જે તમામ તમામ ચોપાટી ગ્રાઉન્‍ડ ના દરવાજા નાખીને તાળા માર્યા છે તેની સામે કોઈ વાંધો નથી પરંતુ જય રામદેવજી પ્રભુનું મંદિર આવેલ છે આ મંદિરે ધાર્મિક કાર્યક્રમો થતા હોય છે ઉઠામણા અને કર્મકાંડના કાર્યક્રમો પણ થતા હોય છે આવા કાર્યક્રમો માટે સામગ્રી લઈ જવા માટે ખૂબ તકલીફો થતી હોય છે આવી પરિસ્‍થિતિમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા આ મંદિર માટે વેકલ્‍પિપ રસ્‍તો બનાવી આપવો જોઇએ તેમ રજુઆતમાં જણાવ્‍યું છે.

શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલભાઈ કારિયા મનોજ ભાઈ મકવાણા માછીમાર સેલ પ્રમુખ  શહેર રાકેશભાઈ વાંદરીયા જયેશભાઇ ખૂટી પ્રતાપભાઈ ખૂટી ભુપત ભાઈ ડાભી મોહમ્‍મદ ભાઈ (ગુડ્ડુ ) શાંતિલાલ શિયાળ અને પોરબંદર શહેર કોંગ્રેસ કાર્યાલય મંત્રી અશ્વિનભાઈ મોતીવરસ વગરે કલેકટરને રજુઆત સમયે હાજર રહ્યા હતાં.

(1:21 pm IST)