Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ખંભાળીયામાં અશોક યાદવની આગેવાનો-પત્રકારો સાથે મીટીંગ કાયદો વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ટોપ ગીયરમાં રહેવા આઇજીની ખાતરી

રાજકોટ વિભાગના પોલીસ મહાનીરીક્ષક અશોકકુમાર યાદવની અધ્‍યક્ષતામાં મીટીંગો મળી હતી. દેવભુમી દ્વારકા જીલ્લામાં વાર્ષિક તપાસણી અન્‍વયે તેઓએ આગેવાનો, પત્રકારો, કંપનીના પ્રતિનિધિઓ સાથે જુદી-જુદી બાબતો મુદ્દે ચર્ચા કરી હતી. (તસ્‍વીરઃ અહેવાલ-કૌશલ સવજાણી-ખંભાળીયા)

ખંભાળીયા, તા., ૮: દેવભુમી દ્વારકા જીલ્લાના વાર્ષિક ઇન્‍સ્‍પેકશન માટે ખંભાળીયા આવેલા રાજકોટ રેંજ આઇજીપી અશોકકુમાર યાદવ દ્વારા ખંભાળીયામાં આગેવાનો સાથે મીટીંગ તથા પત્રકારો સાથે બેઠકનું આયોજન કર્યુ હતું.

કાર્યક્રમની શરૂઆતમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતી દ્વારા રાજકીય નેતા, કંપનીના પ્રતિનિધિઓ, પત્રકારો, વેપારીઓ સાથે આઇજીપીની મીટીંગનો હેતુ પ્રશ્નો અંગે ખુલ્લી ચર્ચાનો જણાવી ભુમીકા સ્‍પષ્‍ટ કરી હતી. જે પછી જીલ્‍લ પોલીસ વડા નીતેશકુમાર ખાંડે તથા ખંભાળીયા પાલીકાના હોદેદરો દ્વારા આઇજીપી અશોકકુમાર યાદવનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું.

જી. પો.વડાએ સમાજના સહયોગથી પોલીસ દ્વારા કાો વ્‍યવસ્‍થાની સ્‍તિતિ કંટ્રોલ કરવાની સાથે હાલ કરવામાં આવતી વ્‍યાજોખોરો સામે કડક પગલા લેવાની તીની તથા કામગીરીનો ખ્‍યાલ આપીને ટાટા કંપની દ્વારકા હોટલ એસોસીએશન તથા નાયરા કંપની જેવી કંપનીઓ દ્વારા યોગદાન અંગે ચર્ચા કરી હતી તથા બેટ દ્વારકા ડીમોલેશનમાં યોગદાન જણાવ્‍યું હતું.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત અગ્રણીઓ પુર્વ જી.પં. પ્રમુખ પાલભાઇ કરમુર, હિતેશભાઇ જોશી, જીતેશભાઇ પરમાર, ઓખા પાલીકા પ્રમુખ ઉમાબેન ગોહેલ, ટાટ કંપનીના પ્રતિનીધી એન.કામન, નાયરાના અવધૈશ પાઠક વિ. દ્વારા જીલ્લામાં ોલીસ તંત્રની કામગીરી અંગે પ્રશંસા કરાઇ હતી તથા સુચનો રજુ કરાયા હતા.

આઇજીપી અશોકકુમાર યાદવે તેમની આઇપીએસની કામગીરીની શરૂઆત ખંભાળીયાથી ટ્રેનીંગ શરૂ થયાનું યાદ કરીને દ્વારકા જીલ્લામાં ાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ ટોપ ગીયરમાં ચાલશે તેમ જણાવી દરીયા કાંઠાના સરહી જીલ્લામાં દરેક વ્‍યકિત પોલીસ જ છે તેમ માનીને તંત્રને મદદરૂપ થવા અપીલ કરી હતી તથા વ્‍યાજખોરો સામે રાજયવ્‍યાપી પોલીસની ઝુંબેશ તથા જરૂરતમંદો માટે લોન મેળાની વિગતો આપી હતી.

તાજેતરમાં રાષ્‍ટ્રીય સર્વેમાં કાયદો વ્‍યવસથાનમાં  ગુજરાતનો પ્રથમ નંબર આવ્‍યાનું જણાવીને પોલીસએ લીમ છે. સંકલનથી કામ કરવા તથા વ્‍યાજખોરોના ત્રાસથી ઘર છોડી ભાગનારાઓ વ્‍યાખખોરો  સામે પોલીસ તંત્રનું બુલડોઝર ફરી વળતા ઘર વાપસી કર્યાનું જણાવીને યાત્રાધામ  દ્વારકામાં સુખદ અનુભુતી કરી હતી.

 

(1:24 pm IST)