Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં ઠંડીમાં ઉતરોતર ઘટાડો

આખો દિવસ મિશ્ર ઋતુનો અનુભવ યથાવત

રાજકોટ, તા., ૮: રાજકોટ સહીત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આજે પણ ઠંડીમાં રાહત યથાવત છે. માત્ર મોડી રાત્રીના અને વહેલી  સવારના સમયે ઠંડીની અસર અનુભવાય છે.

જો કે  સુર્યનારાયણનાં દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે. બપોરના સમયે ઉકળાટ સાથે ઉનાળા જેવી ઋતુનો અનુભવ થાય છે.

જુનાગઢ

(વિનુ જોષી) જુનાગઢઃ સોરઠમાં આજે પણ ધુમ્‍મસનું આક્રમણ રહયું હતું. ગાઢ ધુમ્‍મસને લઇ વાહન વ્‍યવહારને અસર થઇ હતી.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮પ ટકા રહેતા ધુમ્‍મસ રહયું હતું. સવારે જુનાગઢનુ લઘુતમ તાપમાન ૧૪.પ ડીગ્રી રહયું હતું. જેમાં કારણે ઠંડી નહીવત રહી હતી.

 ગિરનાર પર ૯.પ ડીગ્રી તાપમાન રહયું હતું. સવારના પવનની પ્રતિ કલાકની  ઝડપ ૩.૯ કી.મી.ની હતી.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર જામનગર તરફથી મળેલ તાપમાનની વિગત જોઇએ તો લઘુતમ  તાપમાન ૧પ, મહતમ તાપમાન ૩૧, ભેજનું પ્રમાણ ૮૪ ટકા, પવનની ગતી ર.૪ કી.મી. છે.

(1:24 pm IST)