Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

જેતપુરમાં અશોકભાઇ સરવૈયા ઉપર રસીકનો પાઇપથી હુમલો

તુ મારી સાથે કેમ માથાકુટ કરે છે ? તેમ કહી

(કેતન ઓઝા દ્વારા) જેતપુર તા.૮ : શહેરના નાનીવાળાપરા વિસ્‍તારમાં રહેતા અશોકભાઇ બાબુભાઇ સરવૈયા સાંજના સમયે પોતાના ઘર પાસે બેઠા હતા. ઘેટાવાળા પ્‍લોટમાં રહેતો રસીક બાબુભાઇ સરવૈયા ત્‍યાં આવી એમ કહેલ કે તુ મારી સામે કેમ માથાકુટ કરે છે તેમ કહી ગાળો આપી લોખંડનો પાઇપ માથામા ઝીંકી દઇ મારી નાખવાની ધમકી આપી નાસી છુટેલ અશોકભાઇને સારવાર અર્થે હોસ્‍પિટલે ખસેડાતા પોલીસે તેની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

(1:34 pm IST)