Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

શાપુર સરાડીયા નવાબી ટ્રેનને પુનઃ સ્‍થાપિત કરી સરાડીયાથી આગળ રાણાવાવ, બ્રોડગેઇજ સાથે જોડવા માટે માણાવદર લોહાણા સમાજ ખાતે બેઠક યોજાઇ

ધારાશાષાી અનીલભાઇ ગાથાએ આંદોલનના પ્રથમ તબક્કામં ઘરે ઘરેથી વડાપ્રધાન મોદીને પોસ્‍ટકાર્ડ લખવા કરેલ આહવાનઃ ઉદ્યોગ પતિઓ, વેપારીઓ, વિવિધ એસોસીએશનની મોટી સંખ્‍યામાં હાજરીઃ વડાપ્રધાનને દિલ્‍હી રૂબરૂ મળવા જવા અધ્‍યક્ષ રાજુભાઇ અઢીયાનુ સુચનઃ અગીયાર આગેવાનોની કમીટીની રચના

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૮ : માણાવદરના લોહાણા મહાજન સમાજ ખાતે બંધ પડેલી નવાબી શાપુર-સરાડીયા ટ્રેનને ફરી શરૂ કરી સરાડીયાથી આગળ કુતીયાણા, રાણાવાવ બ્રોડ ગેઇજ રેલ્‍વે લાઇનને જોડવા માટે માણાવદરના વેપારી અગ્રણી રાજુભાઇ અઢીયાના અધ્‍યક્ષ સ્‍થાનમાં વિશાળ મિટીંગ મળવા પામી હતી.

સ્‍વાગત પ્રવચનમાં વિજયભાઇ જાટકીયાએ ભાવી પેઢીના સર્વાંગી વિકાસ માટે ટ્રેનનું મહત્‍વનું પાસુ ગણાવેલ હતું ઉદ્યોગ ક્ષેત્રે સોરઠ જીલ્લો સંપુર્ણપણે પછાત રહેવાનું મુખ્‍ય કારણ રેલ્‍વેનો અભાવ સાથે નવાબી ટ્રેનો પણ બંધ કરી દેવામાં આવ્‍યાનું જણાવેલ હતું.

મહેન્‍દ્રભાઇ કાલરીયાએ આવતી પેઢીની ઉન્‍નતી માટે અને સોરઠના આજુબાજુના વિસ્‍તારના વિકાસ માટે શાપુર-સરાડીયા ટ્રેનને રાણાવાવ, પોરબંદર, જામનગર સાથે જોડવાથી બરડા પંથક સોરઠ જીલ્લો, વીર સોમનાથ અને રાજકોટ જીલ્લા સાથે જોડી બહુ જ ઓછા ખર્ચે આ ટ્રેઇન દેશના અન્‍ય રાજયો સાથે જોડી એકવીસમી સદીમાં હરણફાળ ભરી શકાય તેવો આ એક ઉત્તમ માર્ગ હોવાનું જણાવેલુ હતું ખેતી આધારીત આ વિસ્‍તારના નિકાસ અને માલ લાવવા લઇ જવા માટે મહત્‍વનું પાસુ બની શકે તે માટે આગામી પેઢીનું ભવિષ્‍ય ઉજળુ હોવાનું પણ જણાવેલ હતું.

ધારાશાષાી અનીલભાઇ ગાથાએ જણાવેલ હતું કે જયારે આ નવાબી ટ્રેઇન ચાલુ હતુ ત્‍યારે મહેસાણા પંથકમાંથી બટેટા, સહીતની જણસો, ખારેક, ખજુરની આવક ટ્રેઇન મારફત ઓછા ખર્ચે મંગાવી શકવામાં આવતી હતી. માણાવદર, વંથલી, બાટવા સેન્‍ટરોમાંથી રૂની ગાસડીઓ, મગફળી, તેલ, સોયાબીન, ખોળ, સહીતનો માલ-સમાન દેસાવરમાં લાવવા લઇ જવા અત્‍યંત મહત્‍વની કડી રૂપ આ નવાબી ટ્રેઇન ચાલુ કરવા માટે આ વિસ્‍તારની માંગ છ.ે જેના કારણે નાના મોટા ઉદ્યોગો શરૂ કરી શકાય અને અસંખ્‍ય માણસોની રોજી રોટી મળવાથી ફરી આ વિસ્‍તાર ધમધમતો કરી શકાય તેમ છે. ઉપરાંત બહુ જ ઓછા ખર્ચે મુસાફરી, માલસામાન લાવવા લઇ જવા આ ટ્રેન મુખ્‍ય કડી સમાન આવતી પેઢીના વિકાસ માટે બની શકે તેમ છે.

આ ટ્રેન સરાડીયાથી આગળ કુતીયાણા-પોરબંદર સુધી લંબાવવા ભાઇ ધારાશાષાી અનીલભાઇએ જણાવેલ હતું કે કુતિયાણા-રાણાવાવ સુધી લંબાવવા ઘરે ઘરે પોસ્‍ટકાર્ડમાં વડાપ્રધાનને મોકલવા માટે આહવાહન કરેલ છે.

પુર્વ નગર પાલીકાના પ્રમુખ દિનેશભાઇ કાલરીયાએ જણાવેલ હતું કે આ વિસ્‍તારના સંપુર્ણ વિકાસ માટે ટ્રેન અત્‍યંત જરૂરી હોય જેમાં બીનરાજકીય આંદોલન નાયક તરીકે રાકેશભાઇ લખલાણીએ જે ઝુંબેશ હાથ ધરી છે. તેમાં માણાવદર શહેર અને પંથકનો સંપુર્ણ પણે ટેકો જાહેર કરવામાં આવે છ.ે

અધ્‍યક્ષ સ્‍થાનેથી રાજેશભાઇ અઢીયાએ તમામ ઉદ્યોગકારો નાનામોટા વેપારીઓ, ફેરીયાઓ વિવિધ એસોસીએશન વતી સંપુર્ણ પણે તન-મન-ધનથી ટેકો જાહેર કરી આગામી દિવસોમાં દિલ્‍હી વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીને મળવા જવા માટે તૈયારી દર્શાવેલ છે.

આ બીન રાજકીય અને બીન વિવાદીય લોકોના હિત માટેની આ લડતના આગેવાન રાકેશભાઇ લખલાણીના નિસ્‍વાર્થ, પ્રયાસને સર્વ વેપારીભાઇઓ અને નગરજનોએ વધાવી લઇને સંપુર્ણ પણે ટેકો જાહેર કરેલો છે.

માણાવદર ઉદ્યોગપતિ વેપારી મંડળો અને અન્‍ય આગેવાનો દ્વારા ૧૧ જણાની કમીટી બનાવવાની જાહેરાત પણ સહકારી આગેવાન નાગજીભાઇ મેંદપરાએ કરી છે.

આ મીટીંગમાં માણાવદર ઉદ્યોગપતિ વિજયભાઇ  ઝાટકીયા એડવોકેટ અનીલભાઇ ગાથા, રાજુભાઇ અઢીયા, નાગજીભાઇ મેંદપરા, દિનેશભાઇ કાલરીયા, પુર્વ નગરપતિ, વિઠલભાઇ મોરડીયા, ચિરાગભાઇ ભુત, નયનભાઇ લખલાણી, જીતુભાઇ દતાણી, કિશોરભાઇ ઝાટકીયા, કારાભાઇ સતનામ, રમેશભાઇ મેંદપરા, મહેન્‍દ્રભાઇ કાલીરયા, ભરતભાઇ ઘેડીયા સહીતના વિવિધ ક્ષેત્રના આગેવાનો વેપારી મીત્રો એસોસીએશનના હોદ્દેદારો હાજરી આપી ઉપસ્‍થિત રહ્યા હતા.

(1:35 pm IST)