Gujarati News

Gujarati News

News of Wednesday, 8th February 2023

ગઝલ સમ્રાટ જગજીતસિંહની આજે જન્‍મજયંતીઃ સોમનાથ મહાદેવના દર્શને આવ્‍યા'તા

(મીનાક્ષી ભાસ્‍કર વૈદ્ય દ્વારા) પ્રભાસપાટણ, તા., ૮:  મીઠા મધુર મખમલી ઘુંટાતા દર્દના અવાજના જાદુગર સ્‍વર શહેનશાહ ગઝલ સમ્રાટ જગજીતસિંહની આજે ૮ ફેબ્રુઆરી જન્‍મજયંતી છે.

૧૯૪૧ના ફેબ્રુઆરી ૮ તારીખે રાજસ્‍થાન બિકાનેર ગંગાનગર પંજાબી શીખ પરીવારમાં જન્‍મેલા તેઓએ પોતાની ગાયકીથી સમગ્ર વિશ્વમાં સ્‍વરનો ડંકો રણકાવ્‍યો એવા તેઓ અત્રેના ભારત બાર જયોર્તીલીંગ  ભગવાન સોમનાથ મહાદેવ મંદિરે તા.૧૪-૧-ર૦૦રના રોજ દર્શન કરવા આવી ચુકેલા છે. દિવ્‍ય-ભવ્‍ય દર્શનથી તેઓ ભાવવિભોર ભકિતથી ગદગદ થયા હતા. સોમનાથ મુલાકાત સમયે તેની સાથે લેવાયેલ તસ્‍વીર આ સાથે છે. તેની પુનીત યાદો ્‌પ્રભાસ પાટણ ના સંગીતપ્રેમી માર્કેડભાઇ પાઠક તથા સુધીર દવેના કેસેટસ સંગ્રહમાં તેમના ગાયેલા ગીતોની કેસેટો આજેય જતનપુર્વક સંભળાય છે.

 

(4:16 pm IST)