Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મેંદરડાના ૫૦ બેડના કોવિડ સેન્ટરમાં હવે ૧૦ બેડ ઓકસીજનની વ્યવસ્થાથી રાહત

મેંદરડા તા.૮ : મેંદરડા માં ૨૦ દિવસ પહેલા પચાસ બેડ નું કોવિદ કેર સેન્ટર વ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સંન સાઈન કોવિડ કેર સેન્ટરમાં ૧૦ બેડ ઓકિસજન વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં ૧૫૦ વધારે લોકો સાજા થઇ કોરોના ને મહાત આપી છે.

મેંદરડા તાલુકામાં પ્રથમ ઓકિસજન બેડ ની શરૂવાત કરવામાં આવી છે જે લોકોને સારવાર લેવા માટે બહાર જવું પડતું તેના બદલે હવે દ્યર આંગણે કોરોના ના દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવશે.મેંદરડા ઓકિસજન ન હોવાથી અનેક મૃત્યુ થયા છે. જેેને લય આ પ્રથમ ઓકિસજન બેડ ની સુવિધા કરવા મા આવી છે.

સન સાયન્સ સ્કૂલ ખાતે હવા-ઉજાસવાળા ને પુરતી સુવિધા સાથેના ૫૦ બે ડ બિલ્ડિંગમાં સુવિધા ઉભી કરવામાં આવેલ છે.હરેશભાઈ ચંદ્રેશભાઇ ચિરાગભાઈ દ્વારા જણાવ્યું હતું કે હજી પણ વધારે જરૂરિયાત પડશે તો હજુ ઓકિસજન બેડ ની આયોજન કરવામાં આવશે ડોકટર મેડિકલ દવા જમવાનો સહિત દર્દીને ફ્રી સારવાર આપવામાં આવે છે. કલાપી ભાઈ દ્વારા ત્રણ ટાયમ દર્દીને જમવા નું આયોજન કરવામાં આવેલ છે.(૪૫.૯)

 

ઉનામાં પુરતી ક્ષમતાવાળા ઓકસીજન પ્લાન્ટ માટે ૩પ લાખ ફાળવવા પુંજાભાઇ વંશની રજુઆત

ઉના તા. ૮ : ધારાસભ્ય પુંજાભાઇ વંશે જિલ્લા આયોજન અધિકારીને રજુઆતમાં પુરતી ક્ષમતાવાળો ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા માટે વર્ષ ર૦ર૧-રર ના ધારાસભ્ય ફંડમાંથી રૂ. ૩પ લાખની રકમ ફાળવવા માગણી કરી છે.

કોરોનાની સ્થિતિ બેકાબુ બની ગઇ છે કોરોનાની ગંભીર પરિસ્થિતિને કારણે કોરોનાના દર્દીઓ માટે મેડીકલ ઓકિસજનની અછત ઉભી થવા પામેલ છે ત્યારે ઉના અને ગીરગઢડા તાલુકાના પ્રજાજનોને ઓકસીજન પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે ઉના ખાતે મેડીકલ ઓકસીજન પ્લાન્ટ સ્થાપવા માટે વર્ષ ર૦ર૧-રર ના મારા ધારાસભ્ય ફંડમાંથી રૂ. રપ લાખ ફાળવવા અગાઉ મારા પત્રથી દરખાસ્ત કરેલ અને ઓકસીજન પ્લાન્ટ સ્થાપવા માટે રૂ.રપ લાખ કરતા વધુ રકમની જરૂર પડશે તો વધરાની રકમ ફાળવવા સંમતિ પણ આપેલ.

મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, ગીર-સોમનાથે તેઓના પત્રથી રૂ. રપ લાખની ગ્રાન્ટમાંથી સરેરાશ ૧૭ જમ્બો સીલીન્ડર ગેસ જ ઉત્પન્ન થઇ શકતો  હોય અને ૧૦ લીટર પ્રતિ મિનીટ આપવાનો થતો હોય તો માત્ર ૮-૯ દર્દી માટે જ ઓકસીજન મેનેજમેન્ટ થઇ શકે એમ છે. જો આ પ્લાન્ટ જમ્બો સીલીન્ડર ગેસવાળો બનાવી શકાય તો રોજના ર૦-રર દર્દીઓનું મેનેજમેન્ટ થઇ શકે તેમ છે, જેથી વધુ ક્ષમતાવાળો  મેડીકલ ઓકિસજન પ્લાન્ટ સ્થાપવા માટે આવશ્યક ગ્રાન્ટ રજુઆતમાં પુંજાભાઇ વંશે જણાવેલ છે.

(11:44 am IST)