Gujarati News

Gujarati News

News of Saturday, 8th May 2021

મોરબી જીલ્લા એસપી -ડીવાયએસપીનું અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા સન્માન

મોરબીઃ જીલ્લા પોલીસ ટીમે નકલી રેમડેસીવર ઇન્જેકશન કાંડનો પર્દાફાશ કરીને આખી ટોળકીને ઝડપી લીધી હતી અને માનવતાના દુશ્મનને પકડી પાડીને કાયદાકીય પગલા ભરવામાં આવી રહ્યા છે ત્યારે અખિલ ભારતીય કોળી સમાજના મોરબી જીલ્લા પ્રમુખ સુરેશભાઈ શીરોહિયા સહિતના કોળી સમાજ અગ્રણીઓ દ્વારા મોરબી જીલ્લા એસપી અને ડીવાયએસપીનું સન્માન કરાયું હતું અને ધન્યવાદ પાઠવતા જણાવ્યું છે કે નકલી ઇન્જેકશન બનાવનાર અને સપ્લાયરને પકડી પાડવાનો યશ મોરબી જીલ્લા પોલીસને જાય છે નકલી ઇન્જેકશન પ્રકરણના ગુનેગારોને પકડી પાડીને અનેક પરિવારોના જીવ બચાવ્યા હોય જેથી મોરબી જીલ્લા પોલીસ ટીમને સામાજિક સંસ્થાઓ અને મોરબીના નાગરિકો વતી અભિનંદન પાઠવ્યા છે.

(11:52 am IST)