Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

ડુંગરપુર ગામે ૩૯૧૪ બોટલ ઇગ્લીશ દારૃ પકડાયો

મહારાષ્ટ્ર પાસીંગ ટુંકમાં આવ્યા બાદ : રૃા.પ.૧૬ લાખના મુદામાલ સાથે બે ભાઇઓ સહિત ત્રણની ધરપકડ

(વિનુ જોશી દ્વારા) જુનાગઢ તા.૮ : મહારાષ્ટ્ર પાસીંગના ટ્રકમાં આવ્યા બાદ જુનાગઢના ડુંગરપુર ગામે બુટલેગર તેની ઘરે ઉતારેલો ૩૬૧૪ બોટલ ઇગ્લીશ દારૃ તાલુકા પોલીસે પકડી પાડયો હતો.

પોલીસે રૃા.પ.૧૬ લાખના મુદામાલ સાથે બે સગાભાઇઓ સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી દારૃ મોકલનારની તલાશ હાથ ધરી છે.જુનાગઢનાં ડુંગરપુરના રોયલ્ટી વિસ્તારમાં રહેતો શકિત રમેશ વાઘેલાના ઘરે મોટા જથ્થામાં ઇગ્લીશ દારૃ ઉતારવામાં આવ્યો હોવાની બાતમી મળતા  એસપી રવિ તેજા વાસમ શેટીની સુચનાથી ડીવાયએસપી હિતેષ ધાંધલ્યાના માર્ગદર્શનમા તાલુકા પીએસઆઇ એસ.એ.ગઢવીએ સ્ટાફ સાથે મોડી સાંજે દરોડો પાડયો હતો.

દારૃની હેરવણી ફેરવણી કરવામાં આવે તે પહેલા પોલીસે ખાબકીને રૃા.પાંચ લાખથી વધુની કિંમતનાં ઇગ્લીશ દારૃની નાની - મોટી ૩૯૧૪ બોટલો કબ્જે કરી હતીફ.

આ બારામાં પોલીસે શકિત વાઘેલા તેમજ તેનો ભાઇ રવિ અને ડુંગરપુરનો સંજય જેન્તી ધોળકીયાની  રૃા.પ.૧૬  લાખના મુદામાલ સાથે ધરપકડ કરી હતી.

પોલીસ પુછપરછમાં દારૃનો આ જથ્થો નદીમ અંસારી નામના શખ્સે મહારાષ્ટ્ર પાસીંગની અશોક લેલન્ડ ગાડીમાં બે શખ્સો મારફત મોકલ્યો હોવાનું ખુલ્યુ હતુ.તાલુકા પોલીસે આ શખ્સો સામે કાર્યવાહી કરી હતી. વધુ તપાસ પીએસઆઇ ગઢવી જાતે ચલાવી રહયા છે.

(5:07 pm IST)