Gujarati News

Gujarati News

News of Thursday, 8th June 2023

આટકોટ પરવાડીયા હોસ્‍પિટલના નવા વિભાગના લોકાર્પણ કાર્યક્રમમાં રાજુભાઇ ધ્રુવની બેનમુન કામગીરી

રાજકોટઃ જસદણ પાસેના આટકોટમાં કે.ડી.પરવાડીયા હોસ્‍પિટલમાં હૃદયરોગના નવા વિભાગનું મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના હસ્‍તે ખુલ્‍લુ મુકવામાં આવ્‍યુ હતું. હોસ્‍પિટલ ટ્રસ્‍ટના ટ્રસ્‍ટી ડો.ભરત બોઘરા અને તેની ટીમ ઉપર અભિનંદનવર્ષા થઇ રહી છે. દરમિયાન આ કાર્યક્રમમાં સૌરાષ્‍ટ્ર-કચ્‍છના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ દ્વારા મીડીયા વિભાગની બેનમુન કામગીરી કરવામાં આવી હતી. પ્રેસ કોન્‍ફરન્‍સથી લઇ મુખ્‍યમંત્રીશ્રીના કાર્યક્રમ સુધીની મીડીયા સાથે સંકલન કરી કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો. તેઓ ડો.ભરત બોઘરાની સાથે ખડપગે રહયા હતા.

(5:47 pm IST)