Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

પોરબંદર પોલીસે ખોવાયેલો આઇફોન શોધી આપ્‍યો

 પોરબંદરઃ ઓમાન સ્‍થાયી થયેલ અને મૂળ પોરબંદરના વતની પોરબંદર રજા પર આવેલ સુનિલભાઇ રમેશભાઇ થાનકી પરિવાર સાથે સ્‍કૂટર પર કમલાબાગથી પસાર તે સમયે તેઓનો આઇફોન જેની અંદાજે કિંમત રૂા.૧,૪૦,૦૦૦ તેઓના નજર ચુકવી ખિસ્‍સામાંથી રસ્‍તામાં પડી ગયેલ. જેની જાણ કમલાબાગ જાણ કરતા અને કમલાબાગ દ્વારા પણ ત્‍વરિત નેત્રમનો સંપર્ક કરતા નેત્રમ ટીમ દ્વારા સંલગ્ન લોકેશનોનું સર્વેલન્‍સ કરતા નજીકના દુકાનદારની નજર રસ્‍તા પર પડેલ અને મોબાઇલ લઇ અને પ્રામાણિકતાથી અત્રેના નેત્રમના સ્‍ટાફનો સંપર્ક કરેલ અરજદાર સુનિલભાઇ રમેશભાઇ થાનકીનો સંપર્ક સાધી નેત્રમ ટીમ દ્વારા ગણતરીની મિનિટોમાં મોબાઇલ પરત કરેલ હતો તે તસ્‍વીર.

(10:15 am IST)