Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

દામનગર ગુરૂકુળમાં કલા ઉત્‍સવ

 દામનગર : ગુરૂકુળમાં આઝાદી કા અમળત મહોત્‍સવ અંતર્ગત  QDC કક્ષાએ કલા- ઉત્‍સવ ૨૦૨૨નું આયોજન થયેલ. તેમાં ગુરૂકુળ શાળાના વિદ્યાર્થીઓએ સારું પ્રદર્શન કરી પ્રથમ,દ્વિતીય,તળતીય જેવા નંબર તેમજ રોકડ પુરસ્‍કાર મેળવેલ છે તે બદલ સમગ્ર ગુરુકુળ પરિવારવતી તમામ વિદ્યાર્થીઓને  અભિનંદન પાઠવવામાં આવ્‍યા હતા. માધ્‍યમિક વિભાગ ચિત્ર સ્‍પર્ધા પ્રથમ નંબર પડાયા પાર્થ જી., હાર્મોનિયમ વાદ્ય પ્રથમ નંબર હેલૈયા ભવ્‍ય આર., કાવ્‍ય રચના તળતીય નંબર શાંખલા હસ્‍તી એસ., સંગીત ગાયન તળતીય નંબર છાંટબાર ધ્રુવ પી. ,ઉચ્‍ચ માધ્‍યમિક વિભાગ તબલા વાદન પ્રથમ નંબર સતાણી દર્શન બી., ચિત્ર સ્‍પર્ધા દ્વિતિય નંબર રાણવા ઇશા કે., કાવ્‍ય રચનાં દ્વિતિય નંબર બારડ હિરવા એચ., સંગીત ગાયન દ્વિતિય નંબર સોલંકી કિંજલ એસ.એ મેળવ્‍યો હતો. (તસ્‍વીર-અહેવાલ : વિમલ ઠાકર દામનગર)

 

(11:53 am IST)