Gujarati News

Gujarati News

News of Monday, 8th August 2022

‘‘સ્‍વાસ્‍થ્‍ય સેવા રાષ્‍ટ્ર સેવા'' ᅠસુત્રને સાકાર કરવા જુનાગઢ જિલ્લાના વંથલી ગામે મેડિકલ કેમ્‍પ

જુનાગઢઃ ‘‘સ્‍વાસ્‍થ્‍ય  સેવા રાષ્‍ટ્ર સેવા'' સુત્રને સાકાર કરવા  તા ૦૭/૦૮/૨૦૨૨ રવિવારના રોજ રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘ પ્રેરીત  માધવ સ્‍મારક સમિતિ જૂનાગઢ તથા નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન જુનાગઢ  યૂનિટના  સહિયારા પ્રયાસથી  જૂનાગઢ જિલ્લાના વંથલી ગામે  મેડિકલ કેમ્‍પ કરવામાં આવેલ હતો  .આ મેડિકલ કેમ્‍પમાં નેશનલ મેડિકોઝ ઓર્ગેનાઈઝેશન જુનાગઢના  ૫ નિષ્‍ણાંત ડોક્‍ટર  તેમજ  ૭ ઇન્‍ટર્ન ડોક્‍ટર હાજર રહી કુલ  ૧૬૪ દર્દીઓને નિઃશુલ્‍ક નિદાન કરી સારવાર કરેલ હતી.

(12:14 pm IST)